હવે આ દિગ્ગજ ટેક કંપની કરશે 12 હજાર કર્મચારીઓની છટણી, CEOએ લખી ભાવુક નોટ

20 January, 2023 08:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Google પ્રમાણે છટણી ગ્લોબલ લેવલ પર  કરવામાં આવી રહી છે. આમાં સૌથી વધારે અસર અમેરિકન કર્મચારીઓ પર પડશે. 20 જાન્યુઆરીએ Googleની પેરેન્ટ કંપની અલ્ફાબેટે જાહેરાત કરી છે કે તે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Google Layoff: દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Google)માં મોટા લેવલ પર છટણીની જાહેરાત કરવામાં આવી છે. ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટ ઈન્ક (Alphabet Inc)ના 12 હજાર કર્મચારીઓને નોકરી પરથી કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. Google પ્રમાણે છટણી ગ્લોબલ લેવલ પર  કરવામાં આવી રહી છે. આમાં સૌથી વધારે અસર અમેરિકન કર્મચારીઓ પર પડશે. 20 જાન્યુઆરીએ Googleની પેરેન્ટ કંપની અલ્ફાબેટે જાહેરાત કરી છે કે તે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. એટલે કે કંપની પોતાના ગ્લોબલ વર્કફૉર્સના 6 ટકાનો કાપ કરી રહી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ઈમેલ દ્વારા કહ્યું કે કાઢવામાં આવેલા કર્મચારીઓ પ્રત્યે મારી સહાનુભૂતિ છે. આ સમયે અમે જ્યાં છીએ, તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. આ સિવાય સુંદર પિચાીએ કંપનીમાંથી કાઢવામાં આવેલા કર્મચારીઓની મદદની પણ જાહેરાત કરી છે. જણાવવાનું કે આ સમાચાર કંપનીના સમાચાર બ્લૉગ પર પણ પ્રકાશિક કરવામાં આવ્યા છે. પિચાઈએ કહ્યું કે કંપનીએ છેલ્લા બે વર્ષમાં ઉલ્લેખનીય વધારાના સમયમાં હાયરિંગ કરી હતી પણ આર્થિક રીતે ત્યારની પરિસ્થિતિઓ આજથી જૂદી હતી.

કાઢવામાં આવેલા કર્મચારીઓની કંપની કરશે મદદ
જે કર્મચારીઓની છટણી થઈ છે તેમને 2022ના બોનસ અને બાકીની રજાઓના પૈસા મળશે. સાથે જ 60 દિવસની વધારાની સેલરી પણ આપવામાં આવશે. કંપનીએ કહ્યું કે અમે ગૂગલમાં પ્રત્યેક બાકીના વર્ષ માટે 16 અઠવાડિયાના વેતનની સાથે બે અઠવાડિયાથી શરૂ થનાર એક સેવરેન્સ પેકેજ પણ રજૂ કરીશું. સાથે જ કાઢી નાખવામાં આવેલા કર્મચારીઓને 6 મહિનાની હેલ્થ સુવિધા, નોકરી આપવાની સેવાઓ અને અન્ય મદદની રજૂઆત કરશું.

સુંદર પિચાઈએ મોકલી મેમો નોટ
અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇએ મેમો નોટમાં કહ્યું, Googlers, મારી પાસે શૅર કરવા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. અમે અમારું વર્કફૉર્સ 6  ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. લગભગ 12,000 કર્મચારીઓની છટણી થશે. અમે પહેલા જ અમેરિકામાં પ્રભાવિત કર્મચારીઓને એક અલગ મેઇલ મોકલી દીધો છે. આનો અર્થ કેટલાક અવિશ્વસનીય રીતે પ્રતિભાશાળી લોકોને અલવિદા કહેવું પડશે, જે લોકોને હાયરિંગ કરવા માટે અમે આકરી મહેનત કરી અને જેમની સાથે કામ કરવું અમને ગમ્યું. મને આ માટે દુઃખ છે. હું આ નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લઉં છું જે અમને અહીં સુધી લઈ આવ્યા. છેલ્લા બે વર્ષમાં આપણે જબરજસ્ત કામ કર્યું, ખૂબ જ આગળ વધ્યા છીએ. પિચાઇએ ઊમેર્યું કે, "હું મારા મિશનની ક્ષમતા, આપણા પ્રૉડક્ટ્સ અને સર્વિસની વેલ્યૂ અને AI (artificial intelligence)માં અમારા શરૂઆતના ઈન્વેસ્ટમેન્ટને કારણે આપણી સામે મોટી તકને લઈને આશ્વસ્ત છું."

ગ્લોબલ મંદીની અસર
જણાવવાનું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વધતી મંદી વચ્ચે મોટા પાયે દિગ્ગજ ટેક કંપનીઓએ કર્મચારીઓને કાઢવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ Microsoftએ 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ સિવાય અમેઝૉને પણ લગભગ 18000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય લીધો છે. આમાં લગભગ એક હજાર ભારતીય કર્મચારી પણ સામેલ છે. મેટા પ્લેટફૉર્મ ઇન્ક, ટ્વિટર ઇન્ક અને એમેઝૉન ડૉટ કૉમ ઇન્ક બધાએ પોતાની રેન્ક ઘટાડી દીધી છે. Google પ્રમુખ કાર્યદળમાં કાપથી બચાવનારી સૌથી લાંબી ટેક્નિક્લ હૉલ્ડઆઉટ્સમાંથી એક રહ્યું છે. પણ કંપની ડિજિટલ જાહેરાતમાં મંદીનો સામનો કરી રહી છે અને આનું ક્લાઉડ-કમ્પ્યુટિંગ ડિવીઝન એમેઝૉન અને માઈક્રોસૉફ્ટ કૉર્પને પાછળ છોડી રહ્યું છે.

અન્ય કંપનીઓમાં પણ છટણી
અનેક દિગ્ગજ ભારતીય સ્ટાર્ટઅપ ફર્મમાં પણ મોટા લેવાલ પર છટણી થઈ રહી છે. ઑનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફૉર્મ સ્વિગીએ શુક્રવારે કહ્યું કે કંપની 380 કર્મચારીઓની છટણી કરી રહી છે કારણ કે ફૂડ ડિલીવરી ગ્રોથમાં ઘટાડો થયો છે. તાજેતરમાં જ Byju`s એ લગભઘ 1,100થી વધારે લોકોને નોકરીમાંથી કાઢી નાખ્યા છે. આ સિવાય Unacademy, Vedantu, Lido, Frontrow, Lido જેવી સ્ટાર્ટઅપ એડ્યુટેક કંપનીઓ પણ હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે.

આ પણ વાંચો : Layoffs 2023: જાન્યુઆરીમાં જ 101 કંપનીઓમાંથી 25000 કર્મચારીઓની છટણી, જાણો કારણ

છટણીનું કારણ
ટેક કંપનીઓએ કોવિડના સમયમાં માગ પૂરી કરવા માટે પુષ્કળ ભરતી કરી.
કોવિડનો મુશ્કેલ સમય કાઢ્યા બાદ લોકોએ ઑફિસ જઈને કામ કરવાનું શરૂ કર્યું, આથી કંપનીઓની કમાણી ઘટી અને ખર્ચ વધી ગયો. 
મંદીની શંકામાં માગમાં હજી વધારે ઘટાડાની શંકા.
વિશ્વમાં મોઘવારીથી મુદ્દલમાં વધારો.

business news google international news national news