દેશમાં ખરીફ પાકોનું વાવેતર ૧૧૦૦ લાખ હેક્ટરની નજીક પહોંચ્યું

14 September, 2021 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપ્ટેમ્બરમાં સારા વરસાદથી ખરીફ પાકોના ચિત્રમાં સુધારો થવાની ધારણા

પ્રતીકાત્મક તસવીર

સપ્ટેમ્બરમાં સારા વરસાદથી ખરીફ પાકોના ચિત્રમાં સુધારો થવાની ધારણા. દેશમાં વરસાદની મોટી ખાધ સપ્ટેમ્બરના વરસાદથી ઓછી થાય એવી ધારણા છે, જેને પગલે ખરીફ પાકોનાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે, પરંતુ કુલ વાવેતર ૧૧૦૦ લાખ હેકટરને પાર પહોંચી શક્યું નથી, જે ગત વર્ષે આ સમયે પહોંચી ગયું હતું. ગત વર્ષની તુલનાએ હાલ એકાદ ટકાનો વાવેતરમાં ઘટાડો બતાવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ પ્રમાણે ગત સપ્તાહે દેશમાં કુલ ૧૦૯૬ લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયે ૧૧૦૬ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં એક ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં કપાસનું વાવેતર ૧૧૯.૪૬ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૨૭ લાખ હેકટરમાં થયું હતું. સરેરાશ છ ટકા જેવો ઘટાડો થયો છે.

business news