ફેડરલ રિઝર્વ વ્યાજદર ૨૦૨૩ સુધી શૂન્ય રાખે એવી આશાએ સોનું–ચાંદી મક્કમ

17 September, 2020 09:53 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફેડરલ રિઝર્વ વ્યાજદર ૨૦૨૩ સુધી શૂન્ય રાખે એવી આશાએ સોનું–ચાંદી મક્કમ

પ્રતીકાત્મક તસવીર

ફેડરલ રિઝર્વની મહત્ત્વની બેઠક અગાઉ સોના અને ચાંદીના ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે. ભાવમાં મક્કમતા માટે ડૉલરની નબળાઈ અને ફેડરલ રિઝર્વ વ્યાજના દર લાંબો સમય માટે શૂન્યની નજીક રાખે એવો બજારનો આશાવાદ છે. આની સાથે ગઈ કાલે અમેરિકામાં ઑગસ્ટના નબળા રિટેલ સેલ્સના આંકડો આવતા, અર્થતંત્ર હજુ મંદીની બહાર નથી આવ્યું એવો ફન્ડામેન્ટલ ટેકો પણ છે. અમેરિકામાં રોજગારીનું પ્રમાણ વધે નહીં ત્યાં સુધી વ્યાજના દર સ્થિર રાખવા, શૂન્યની નજીક રાખવા એવા ફેડરલ રિઝર્વના વલણથી ડૉલરમાં સતત નરમ હવામાન જોવા મળી રહ્યું છે અને દરેક ઉછાળે નવી વેચવાલી જોવા મળી રહી છે. ગઈ કાલે હાજર બજારમાં સોનું ૨૦૦ ઘટી મુંબઈમાં ૫૩,૬૩૦ અને અમદાવાદ ખાતે ૫૩,૬૦૦ રૂપિયા બંધ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૮૩૯ ખૂલી, ઉપરમાં ૫૧,૯૯૮ અને નીચામાં ૫૧,૭૭૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૪૭ વધીને ૫૧,૯૧૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદીના ભાવ મુંબઈમાં ૪૦ ઘટી ૬૮,૬૬૦ અને અમદાવાદ ખાતે ૬૦ ઘટી ૬૮,૬૨૦ રૂપિયા બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ  ૬૮,૯૧૪ ખૂલી, ઉપરમાં  ૬૯,૨૪૯ અને નીચામાં ૬૮,૮૨૧ને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૪૦ ઘટીને ૬૮,૯૨૭એ બંધ રહ્યો હતો. 

business news