ચાઇનીઝ કંપની એવરગ્રાન્ડની બૉન્ડ ઇન્ટરેસ્ટ ચૂકવી દેવાની જાહેરાતથી મંદીનો ગભરાટ શમી જતાં સોનું સુધર્યું

23 September, 2021 01:53 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં મિડ-ઓટમના તહેવારો બાદ ખૂલેલાં માર્કેટોમાં સુધારો થતાં સોના-ચાંદીને નવો સપોર્ટ મળ્યો

પ્રતિકાત્મક તસવીર

ફેડની મીટિંગના આઉટકમ પૂર્વે ચાઇનીઝ પ્રૉપટી જાયન્ટ એવરગ્રાન્ડે ડોમેસ્ટિક બૉન્ડનું ઇન્ટરેસ્ટ ચૂકવી દેવાની જાહેરાત કરતાં તમામ ફાઇનૅન્શિયલ માર્કેટો સુધર્યાં હતાં એની પાછળ સોના-ચાંદી પણ સુધર્યાં હતાં, જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૧૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૮૮ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહો
ચાઇનીઝ પ્રૉપટી જાયન્ટ એવરગ્રાન્ડે ડોમેસ્ટિક બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ગુરુવારે ચૂકવી દેવાની જાહેરાત કરતાં તમામ ફાઇનૅન્શિયલ માર્કેટમાં ગભરાટ શમ્યો હતો જેને પગલે સોનું-ચાંદી પણ વર્લ્ડ માર્કેટમાં સુધર્યાં હતાં. ફેડની મીટિંગને અંતે થનારી જાહેરાતમાં ટેપરિંગ (બૉન્ડ બાઇંગમાં ઘટાડો)ની જાહેરાત લગભગ નિશ્ચિત હોવાથી સોનામાં ઘટ્યા
મથાળે લેવાલી નીકળી હતી. સોનું સુધરતાં તેને પગલે ચાંદી, પ્લૅટિનમ
અને પેલેડિયમ પણ સુધર્યાં હતાં. પેલેડિયમના ભાવ મંગળવારે ૪.૭ ટકા વધ્યા હતા. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન મૉર્ગેજ ઍપ્લિકેશન ૧૭ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૪.૯ ટકા વધી હતી જે છેલ્લાં આઠ સપ્તાહનો સૌથી મોટો વધારો હતો, ખાસ કરીને નવું ઘર લેવા માટેની અરજીમાં ૨.૨ ટકાનો વધારો થયો હતો. અમેરિકામાં કરન્ટ અકાઉન્ટ ગૅપ સેકન્ડ ક્વૉર્ટરમાં ૩.૩ ટકા વધ્યો હતો જે છેલ્લાં ૧૪ વર્ષનો સૌથી ઊંચો હતો. બૅન્ક ઑફ જપાને પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર કર્યો નહોતી. નૉર્મલ ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકા અને ટેન યર ટ્રેઝરી બૉન્ડના રેટ ઝીરો રખાયા હતા. કોરોનાના કારણે જો મૉનિટરી પૉલિસી વધુ હળવી કરવાની જરૂરત પડશે તો કરવાની તૈયારી બૅન્ક ઑફ જપાને બતાવી હતી તેમ જ ડિસેમ્બરથી કલાયમેન્ટ ચેન્જ લોન રોલઆઉટ કરવાની જાહેરાત કરી હતી. ચીનમાં મિડ-ઓટમની રજા બાદ બુધવારથી તમામ ફાઇનૅન્શિયલ અને કૉમોડિટી માર્કેટ ચાલુ થઈ ચૂકી હતી, પ્રૉપટી જાયન્ટ એવરગ્રાન્ડે ડોમેસ્ટિક બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ગુરુવારે કરવાની જાહેરાત કરતાં તમામ ફાઇનૅન્શિયલ માર્કેટમાં મંદીનો ગભરાટ શમ્યો હતો અને ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. વળી પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ રિવર્સ રેપો રેટ મિકેનિઝમથી બૅન્કિંગ સેકટરમાં ૧૨૦ અબજ યુરો ઠાલવ્યા હતા એની પણ અસર માર્કેટમાં જોવા મળી હતી. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ કૉર્પોરેટ અને હાઉસહોલ્ડ લોનના દર સપ્ટેમ્બરમાં સતત ૧૭મા મહિને જાળવી રાખવાની જાહેરાત કરી હતી. સોનાની માર્કેટની દિશા ફેડના નિર્ણયને આધારે નક્કી થવાની હોવાથી ઇકૉનૉમિક ઇન્ડિકેટરની બુલિયન માર્કેટ પર કોઈ અસર જોવા મળી નહોતી. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચાઇનીઝ પ્રૉપટી જાયન્ટ એવરગ્રાન્ડ ડિફૉલ્ટ થયા બાદ વર્લ્ડની ફાઇનૅન્શિયલ માર્કેટમાં મર્યાદિત સમય માટે ભયનું વાતાવરણ ઊભું થયું હતું એ હવે શમી ગયું છે. હવે વર્લ્ડની તમામ માર્કેટનું ધ્યાન ફેડના નિર્ણય પર મંડાયેલું છે. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલ ટેપરિંગ (બૉન્ડ બાઇંગમાં ઘટાડો), ઇકૉનૉમિક ગ્રોથ અને ઇન્ફલેશનનું પ્રોજેક્શન તથા આગામી ત્રણ વર્ષનું ઇન્ટરેસ્ટ રેટનું પ્લાનિંગ બે દિવસની મીટિંગને અંતે બુધવારે મોડી રાતે જાહેર કરશે. અમેરિકાના પ્રેસિડન્ટ પદે જો બાઇડન આવ્યા બાદ અમેરિકા સહિત વિશ્વની ઇકૉનૉમિક સ્ટેબિલિટી વધી છે તેમ જ કોન્ટ્રાવર્શિયલ ઍક્ટિવિટી પણ ઘટી હોવાથી અનિશ્ચિતતા ઘટી છે જે સોનાના ભાવને સ્થિર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્લ્ડમાં જે રીતે વૅક્સિનેશન ઝડપથી આગળ વધી રહ્યું છે એ જોતાં કોરોના હવે મહામારી રહી નથી. ઑલ ઇન્ડિયા મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે કોરોના હવે મહામારી રહી નથી તેમ જ ટૂંક સમયમાં કોરોના ફલૂ જેવો સામાન્ય રોગ થઈ જશે. ડૉ. ગુલેરિયાની કમેન્ટ અનુસાર વર્લ્ડમાં બહુ જ થોડા દેશોને બાદ કરતાં લગભગ તમામ દેશોમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. લેટેસ્ટ ડેટા અનુસાર વર્લ્ડમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના નવા કેસ નવ ટકા ઘટ્યા છે અને મૃત્યુદર આઠ ટકા ઘટ્યો છે. આમ, ફેડનો નિર્ણય આવ્યા બાદ સોનાના ભાવનું પ્રોજેક્શન વધુ સ્પષ્ટ થશે.

business news