ડૉલર ઇન્ડેક્સમાં ૧૨ વર્ષના સૌથી મોટા મન્થ્લી ઘટાડાથી સોનામાં સતત બીજે દિવસે તેજી

01 December, 2022 03:54 PM IST  |  Mumbai | Mayur Mehta

સોનું નવેમ્બરમાં ૭.૮ ટકા વધતાં બે વર્ષનો સૌથી મોટો મન્થ્લી ઉછાળો નોંધાયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉલર ઇન્ડેક્સ નવેમ્બરમાં છેલ્લાં ૧૨ વર્ષનો સૌથી મોટો મન્થ્લી ઘટાડો નોંધાતાં સોના-ચાંદીમાં સતત બીજે દિવસે તેજીની આગેકૂચ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ બે રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૧૫ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

યુરો એરિયાનું ઇન્ફ્લેશન દોઢ વર્ષ પછી પ્રથમ વખત ઘટવાની ધારણા પ્રિલિમિનરી રિપોર્ટમાં આવતાં સોનાની તેજીને વધુ સપોર્ટ મળ્યો હતો. બુધવારે સવારથી ડૉલરનું મૂલ્ય ઘટતાં સોનામાં તેજીની આગેકૂચ જોવા મળી હતી. અમેરિકન ફેડ ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ ટકા વધારો કરશે એવું નિશ્ચિત મનાવા લાગતાં ડૉલર છેલ્લાં બે સપ્તાહથી સતત ઘટી રહ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૬.૫ના લેવલે હતો. નવેમ્બર મહિનામાં ડૉલર ઇન્ડેક્સ ૪.૫ ટકા ઘટ્યો હતો. નવેમ્બર મહિનાનો ઘટાડો છેલ્લાં ૧૨ વર્ષનો સૌથી મોટો મન્થ્લી ઘટાડો હતો. ડૉલરના ઘટાડાને પગલે સોનું નવેમ્બરમાં ૭.૮ ટકા વધ્યું હતું, જે વધારો છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો મન્થ્લી વધારો હતો. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનું નવેમ્બર મહિનાનું પ્રિલિમિનરી ઇન્ફ્લેશન ઘટીને ૧૦ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ઑલટાઇમ હાઈ સપાટી ૧૦.૬ ટકા હતું તેમ જ માર્કેટની ધારણા ૧૦.૪ ટકાની હતી. યુરો એરિયાનું ઇન્ફ્લેશન છેલ્લા દોઢ વર્ષથી સતત વધી રહ્યું હતું જેમાં ઘટાડો જોવા મળશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટથી હજી પણ ઇન્ફ્લેશન પાંચ ગણું હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ઇન્ટરેસ્ટ રેટ વધારો લાંબો સમય ચાલુ રાખવો પડશે, પણ ફેડની જેમ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડી શકે છે. 
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટા પ્રમાણે નવેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૯.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત બીજે મહિને નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટનો ઇન્ડેક્સ ઘટીને ૪૭.૮ (૪૯.૬) પૉઇન્ટ, નવા ઑર્ડરનો ઇન્ડેક્સ ૪૬.૪ (૪૮.૧) પૉઇન્ટ, એક્સપોર્ટ સેલ્સનો ઇન્ડેક્સ ૪૬.૭ (૪૭.૬) પૉઇન્ટ અને એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૪૭.૪ (૪૮.૩) પૉઇન્ટ રહ્યો હતો. (કૌંસમાં ઑક્ટોબરના ડેટા છે) એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ પણ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્પુટ કોસ્ટ ઘટી હતી, પણ બિઝનેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ૫૨.૬ પૉઇન્ટથી ઘટીને ૪૮.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. 
ચીનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ ડેટા પ્રમાણે ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪૬.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૭ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ સતત બીજે  મહિને ઘટ્યો હતો. સર્વિસ સેક્ટરમાં નવા ઑર્ડરનો ઇન્ડેક્સ સતત સાતમા મહિને ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૪૨.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફૉરેન સેલ્સનો ઇન્ડેક્સ ૪૬.૧ (૫૦.૧) પૉઇન્ટ, એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૪૫.૫ (૪૬.૧) પૉઇન્ટ, ડિલિવરી ટાઇમનો ઇન્ડેક્સ ૪૫ (૪૮.૩) પૉઇન્ટ અને ઇન્પુટ કોસ્ટનો ઇન્ડેક્સ ૪૯.૯ (૫૧) પૉઇન્ટ રહ્યો હતો. (કૌંસમાં ઑક્ટોબરના ડેટા છે). બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ૫૭.૯ પૉઇન્ટથી ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૫૪.૧ પૉઇન્ટ રહ્યો હતો. 
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતાં એની અસરે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૪૭.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૪૯ પૉઇન્ટ હતો. ચીનની ઇકૉનૉમિક પ્રોસ્પેરિટીનું લેવલ ઘણું ઘટ્યું હોવાનું ઇકૉનૉમિસ્ટોનું માનવું છે. ખાસ કરીને કોરોનાનાં નિયંત્રણો અને વૈશ્વિક સ્તરે વિસ્તરી રહેલી મંદીને કારણે ચાઇનીઝ દરેક સેક્ટરને અસર થઈ છે. 
ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ઘટીને ૬.૯ ટકા રહ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૭.૩ ટકા અને માર્કેટની ધારણા ૭.૪ ટકાની હતી. ફૂડ અને આલ્કોહૉલના ભાવ ૮.૯ ટકા વધ્યા હતા જે સપ્ટેમ્બરમાં ૯.૬ ટકા વધ્યા હતા. હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ ટૅક્સ, રેન્ટમાં વધારો નોંધાયો હતો. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાનો ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બેથી ત્રણ ટકાનો છે એના કરતાં ઇન્ફ્લેશન હજી અઢી ગણું વધારે છે. બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ નવેમ્બર મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો જે સતત સાતમો ઇન્ટરેસ્ટ રેટ વધારો હતો. 
અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ સિટીનો કેસ-સીલર હોમપ્રાઇસ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વાર્ષિક ૧૦.૪ ટકા વધ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૧૦.૮ ટકા વધારાની હતી તેમ જ સતત પાંચમા મહિને હોમપ્રાઇસ ઇન્ડેક્સનો ગ્રોથ ઘટ્યો હતો અને છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો ગ્રોથ રહ્યો હતો. મન્થ્લી હોમપ્રાઇસ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૧.૫ ટકા ઘટ્યો હતો જે સતત ત્રીજે મહિને ઘટ્યો હતો. અમેરિકાના સિંગલ ફૅમિલી હોમપ્રાઇસને બતાવતો ફેની મે ઍન્ડ ફ્રેડિલ મેક
ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વાર્ષિક ૧૧ ટકા વધ્યો હતો, પણ મન્થ્લી બેઝ પર માત્ર ૦.૧ ટકા વધ્યો હતો. વાર્ષિક વધારો છેલ્લા ૨૩ મહિનાનો સૌથી નીચો હતો. અમેરિકામાં હાઉસિંગ પ્રાઇસનો ગ્રોથ ઝડપથી ઘટી રહ્યો છે.

business news