અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયથી સોનું સુધર્યુ

25 May, 2019 01:34 PM IST  |  મુંબઈ

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયથી સોનું સુધર્યુ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ દસ વર્ષના તળિયે અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ત્રણ વર્ષના તળિયે પહોંચતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય ફરી વધ્યો હતો. અત્યાર સુધી એવું મનાતું હતું કે ટ્રેડવૉરની અસરથી ચીન, જપાન, યુરોપિયન દેશો અને અન્ય દેશોની ઇકૉનૉમી નબળી પડશે, જેને કારણે ડૉલર મજબૂત બનશે, પણ અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયે ડૉલર ઘટતાં સોનું એક જ દિવસમાં એક ટકો ઊછYયું હતું. જોકે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ટેરીસા મેએ તા. ૭મી જૂને રાજીનામું આપવાની જાહેરાત કરતાં સોનામાં આવતા સપ્તાહે ઝડપી વધ-ઘટની શક્યતા છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના ન્યુ હોમસેલ્સમાં એપ્રિલમાં ૬.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે વિશે માર્કેટની ધારણા ૨.૮ ટકાની હતી, ન્યુ હોમસેલ્સમાં એપ્રિલમાં સતત ત્રીજે મહિને ઘટાડો નોંધાયો હતો. અમેરિકાનો પ્રીલિમનરી મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) મેમાં ઘટીને દસ વર્ષની નીચી સપાટીએ ૫૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૨.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૫ પૉઇન્ટની હતી. અમેરિકાનો પ્રીલિમનરી સર્વિસ પીએમઆઇ મે મહિનામાં ઘટીને ત્રણ વર્ષની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૩ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૨ પૉઇન્ટની હતી. જપાનનો કન્ઝ્યુમર્સ ઇન્ફલેશન એપ્રિલમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૦.૯ ટકા થયો હતો, જે માર્ચમાં ૦.૫ ટકા હતો અને માર્કેટની ધારણા પણ ૦.૯ ટકાની હતી. જપાનનો કોર ઇન્ફલેશન પણ વધીને ૦.૯ ટકા થયો હતો, જે માર્ચમાં ૦.૮ ટકા હતો. અમેરિકાના નબળા ડેટાને પગલે ડૉલર નબળો પડતાં સોનું ગુરુવારે ઓવરનાઇટ એક ટકા સુધર્યું હતું.

આ પણ વાંચો: 80 ટકા લોન માફ થાય તો જેટમાં હિસ્સો ખરીદવા હિન્દુજા તૈયાર

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડવૉરની અસરે ડૉલર મજબૂતીથી સોનું અત્યાર સુધી ઘટતું રહ્યું હતું, પણ ટ્રેડવૉરની અસરે ગ્લોબલ સ્લોડાઉનનો ભય જેવો દેખાવો શરૂ થયો તે તરત જ સોનામાં ચમક વધી હતી. અમેરિકાના હાઉસિંગ, મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા નબળા આવતાં એકાએક ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો હતો અને સોનું સુધર્યું હતું. આમ, સોનામાં તેજી-મંદીનાં કારણો વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા હોઈ સોનામાં વધુ પડતો ઘટાડો થવો મુશ્કેલ દેખાય છે. ટ્રેડવૉરનું ભાવિ અનિિત હોઈ સોનામાં પણ હાલ લાંબું રોકાણ કે વેચાણ કરવાનો ફાયદો હાલ નથી. હાલ માત્ર ડે-ટ્રેડિંગ કરીને ઘટનાક્રમની અનિિતતાંની તેજી-મંદીના લાભ લઈને જ કમાવામાં સાર દેખાય છે.

business news