ફેડના સ્ટેટમેન્ટમાં અને પ્રોજેક્શનમાં વિરોધાભાસથી સોનામાં મોટી વધ-ઘટ

25 December, 2018 03:02 PM IST  |  | Mayur Mehta

ફેડના સ્ટેટમેન્ટમાં અને પ્રોજેક્શનમાં વિરોધાભાસથી સોનામાં મોટી વધ-ઘટ

ગોલ્ડ બાર

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પૉલના સ્ટેટમેન્ટ અને ફેડના પ્રોજેક્શનના વિરોધાભાસને કારણે વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી હતી. જેરોમ પૉલે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારાની અસરે ઇકૉનૉમી, ઇન્ફ્લેશન અને જૉબમાર્કેટને ફાયદો થયાનું જણાવ્યું હતું; પણ એની સામે ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો ત્રણને બદલે ઘટાડીને બે કરવાનું પ્રોજેક્શન રજૂ કર્યું હતું જેને કારણે ફેડના સ્ટૅન્ડ વિશે ભારે અનિશ્ચિતતા સર્જા‍ઈ હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકન સેન્ટ્રલ બૅન્ક ફેડે ઇન્ટરેસ્ટ-રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો, જ્યારે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના અને બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ-રેટ જાળવી રાખ્યા હતા. ફેડે ૨૦૧૫ પછી સતત નવમી વખત અને ૨૦૧૮નો ચોથો ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કર્યો હતો. બૅન્ક ઑફ જપાને શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ-રેટ માઇનસ ૦.૧ ટકા જાળવી રાખીને ટેન યર બૉન્ડનું યીલ્ડનો ટાર્ગેટ પણ ઝીરો જાળવી રાખ્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ શૉર્ટ ટર્મ ઇન્ટરેસ્ટ-રેટ અને લૅન્ડિંગ-રેટ ૪.૩૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. હૉન્ગકૉન્ગે ઇન્ટરેસ્ટ-રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ક્રૂડતેલની મંદીને પગલે સાઉદી અરેબિયાએ પણ ઇન્ટરેસ્ટ-રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. અમેરિકી એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં નવેમ્બરમાં ૧.૯ ટકાનો વધારો થયો હતો જેમાં ઑક્ટોબરમાં ૧.૪ ટકાનો વધારો અને માર્કેટની ધારણા ૦.૬ ટકા વધારાની હતી. અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ થર્ડ ક્વૉર્ટરમાં ૨.૪ ટકા વધીને ૧૦ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારાને પગલે અમેરિકન અને એશિયન સ્ટૉકમાર્કેટ ઘટ્યા હતા, પણ ડૉલર શરૂઆતમાં ઘટ્યા બાદ સુધર્યો હતો. આથી સોનાના ભાવ પણ ઊંચામાં ૧૨૫૮ ડૉલર અને નીચામાં ૧૨૪૧ ડૉલર જોવા મળ્યા હતા.

શૉર્ટ ટર્મ - લૉગ ટર્મ ભાવિ


અમેરિકન ફેડનું પ્રોજેક્શન તદ્દન અનિયમિતતાભર્યું હોવાથી માર્કેટ દિશાવિહીન રહ્યું હતું. ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પૉલે મીટિંગ બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારાની પૉલિસીથી ગ્રોથરેટ સ્ટ્રૉન્ગ લેવલે પહોંચ્યો છે તેમ જ અનએમ્પ્લૉયમેન્ટ મલ્ટિયર લો અને ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી જળવાયેલું છે. ફેડે ૨૦૧૮માં ચાર વખત ઇન્ટરેસ્ટ-રેટ વધાર્યા એેના કારણે અમેરિકાનો ગ્રોથરેટ ચાલુ વર્ષે ત્રણ ટકા રહેશે. જેરોમ પૉલની આ કમેન્ટ સામે ફેડે એ પણ જાહેરાત કરી કે ૨૦૧૯માં અગાઉ ત્રણ વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું પ્રોજેક્શન મુકાયું હતું એ ઘટાડીને હવે બે વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાનું પ્રોજેક્શન છે. અમેરિકાનો ગ્રોથરેટ ૨૦૧૯માં અગાઉ ૨.૫ ટકા રહેવાનું પ્રોજેક્શન હતું એ ઘટાડીને ૨.૩ ટકા કરાયું હતું. આમ ફેડ ચૅરમૅનની કમેન્ટ અને પ્રોજેક્શનમાં જબ્બર વિરોધાભાસ હોવાથી માર્કેટ દિશાવિહીન બન્યું હતું. સોનાની માર્કેટનું ભાવિ સમજવા માટે હજી ફેડના નિર્ણયની અસર અને ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટોની કમેન્ટની રાહ જોવી પડશે.

વિદેશી માર્કેટથી લોકલ માર્કેટમાં વિરુદ્ધ સ્થિતિ : સોના-ચાંદીમાં સતત ઘટાડો

વિદેશી માર્કેટમાં સોનું મજબૂત બની રહ્યું છે, પણ લોકલ માર્કેટમાં રૂપિયાની મજબૂતીને કારણે સોનું-ચાંદી ઘટી રહ્યાં છે. સોનાનો ભાવ ગુરુવારે મુંબઈમાં સતત ત્રીજા દિવસે ૧૧૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૧,૦૬૫ રૂપિયા થયો હતો. જોકે દિલ્હીમાં સોનાનો ભાવ ૧૫૦ રૂપિયા વધીને ૩૨,૦૦૦ રૂપિયા બોલાયો હતો. ચાંદીનો ભાવ મુંબઈમાં ૭૦ રૂપિયા ઘટીને ૩૬,૭૭૦ રૂપિયા અને દિલ્હીમાં ૧૩૦ રૂપિયા ઘટીને ૩૭,૭૫૦ રૂપિયા થયો હતો.

sensex national stock exchange bombay stock exchange