ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ અને રિસેશન વિશે ભારે અનિશ્ચિતતાને કારણે દિશાવિહીન બનતું સોનું

26 November, 2022 05:12 PM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૩૭ રૂપિયા ઘટી હતી. 

પ્રતીકાત્મક તસવીર

ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ અને રિસેશન વિશે દરરોજ સવાર પડે ત્યારે નવી આગાહીઓ અને મંતવ્યો વચ્ચે સોનાની માર્કેટ દિશાવિહીન બનતાં ભાવ ટૂંકી વધ-ઘટે રેન્જબાઉન્ડ રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૪૩૭ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
સોના-ચાંદીની માર્કેટમાં થૅન્ક ગિવિંગનો હૉલિડે મૂડ અને ફેડના સ્ટૅન્ડ વિશે અનિશ્ચિતતાઓ વધતાં ટૂંકી વધ-ઘટ જોવા મળી હતી. અમેરિકી ડૉલર ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ શુક્રવારે બપોર બાદ સુધરતાં સોના-ચાંદી નજીવા ઘટ્યાં હતાં. શુક્રવારે સોનું ૧૭૪૯.૮૦થી ૧૭૬૦.૭૦
ડૉલરની રેન્જમાં અને ચાંદી ૨૧.૩૭થી ૨૧.૪૭ ડૉલરની રેન્જમાં હતી.
પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ રેન્જબાઉન્ડ હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેનો અમલ ૫ ડિસેમ્બરથી થશે. મોટી બૅન્કનો રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયો હવે ૧૧ ટકા રહેશે, જે ૨૦૦૭ પછીનો સૌથી નીચો બન્યો છે, જ્યારે ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટેનો ઇન્ટરેસ્ટ રેટ ૭.૮ ટકા રહેશે. અગાઉ એપ્રિલમાં પણ રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરાયો હતો. રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ચીનની સેન્ટ્રલ બૅન્કે માર્કેટમાં વધારાના ૫૦૦ અબજ યુઆન ઠાલવ્યા હતા. 
ચીનની સેન્ટ્રલ બૅન્કે પ્રૉપર્ટી ડેવલપર્સને સસ્તી લોનની ઑફર આપવાની શરૂ કરી છે. ગયા સપ્તાહે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ૧૬૨ અબજ ડૉલરની લોન પ્રૉપર્ટી ડેવલપર્સને આપી હતી. ચીનમાં હાલ અનેક પ્રૉપર્ટી ડેવલપર્સ ડિફૉલ્ટ થવાના આરે પહોંચતાં અનેક પ્રોજેક્ટના કામ અટકી ગયા છે. કેટલાંક સૂત્રોના મતે પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના આગામી સપ્તાહોમાં પ્રૉપર્ટી ડેવલપર્સને પ્રોત્સાહન આપવા હજી સસ્તી લોનની ઑફર કરશે. ચીનની નબળી પડતી ઇકૉનૉમીને બેઠી કરવા ટ્રાન્સપોર્ટ, લૉજિસ્ટિક અને ટેક્નિકલ ઇનોવેશન કંપનીઓને પણ સસ્તી લોનની ઑફર કરી રહી છે, જેથી આ કંપનીઓ દેશની ઇકૉનૉમિક ગ્રોથમાં વધુ ફાળો આપી શકે. 
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇનૅન્સે ગ્લોબલ રિસેશનની આગાહી કરતાં જણાવ્યું હતું કે ગ્લોબલ ગ્રોથ ૨૦૨૩માં ઘટીને ૧.૨ ટકા રહેશે, જે ૨૦૦૯ પછીનો સૌથી નીચો હશે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દસ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સૌથી વધુ અસર યુરોપિયન દેશોને થશે. રશિયા અને યુક્રેન વચ્ચે ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ હતી. ૧૦ મહિનાથી એકધારા ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર યુરોપમાં એનર્જી ક્રાઇસિસ પરાકાષ્ઠાએ પહોંચી છે જેને કારણે યુરો એરિયાનો ગ્રોથ રેટ ૨૦૨૩માં નેગેટિવ બે ટકા રહેશે. જોકે અમેરિકાનો ગ્રોથ ૧.૨ ટકા રહેશે. ૨૦૨૩માં ગ્લોબલ ઇકૉનૉમીનું સૌથી મોટું ડ્રાઇવર ચાઇના રહેશે, કારણ કે ટૂંકા ગાળામાં ચીન કોરોનાનાં નિયંત્રણો દૂર કરતાં ગ્રોથને ગતિ મળશે. 
ફેડની નવેમ્બર મહિનાની મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાને ધીમો કરવાની તરફેણ કરતાં હવે લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે ફેડ ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે. ફેડ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એના ચાન્સિસ એક તબક્કે ૭૦ ટકા હતા એ ઘટીને હાલ ૩૪.૫ ટકાએ પહોંચ્યા હોવાનું ફેડવૉચના સર્વેમાં જણાવાયું હતું. ઇન્ટરેસ્ટ રેટ વધારો ધીમો પડવાની શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૧૦૫.૯૪ના લેવલે પહોંચ્યો હતો અને શુક્રવાર સુધીમાં વીકલી એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે ૭૫
બેસિસ પૉઇન્ટનો વધારો કરતાં ન્યુ
ઝીલૅન્ડ ડૉલર ૧.૫ ટકા ચાલુ સપ્તાહે વધ્યો હતો તેમ જ ઑસ્ટ્રેલિયન ડૉલર પણ ચાલુ સપ્તાહે ૦.૪ ટકા વધ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેસિસ પૉઇન્ટ વધારે એવી શક્યતાને પગલે
યુરો પણ સુધર્યો હતો. આ તમામ કરન્સીની મજબૂતીને કારણે ડૉલર
નબળો પડ્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની નવેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ડિસેમ્બરમાં યોજાનારી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તરફેણ કરી હતી, પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો વિકલ્પ ખુલ્લો રાખવાની તરફેણ કરી હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનું માનવું છે કે રિસેશનની અસર ઝડપથી વધી રહી છે, પણ હજી રિસેશનના કારણે ઇન્ફ્લેશન ઘટી જાય એવા કોઈ સંકેત મળતા નથી. આથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ઇન્ફ્લેશનના વધારાને કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં લાંબા ગાળા સુધી વધારો કરવો પડશે. યુરો એરિયાનું ઇન્ફ્લેશન છેલ્લા ૨૩ મહિનાથી સતત વધી રહ્યું છે. બે વર્ષ અગાઉ નવેમ્બર ૨૦૨૦નું ઇન્ફ્લેશન ૦.૨ ટકા હતું એ વધીને ઑક્ટોબર ૨૦૨૨ એટલે કે ગયા મહિને વધીને ૧૧.૫૦ ટકાએ પહોંચ્યું હતું. અમેરિકાનું ઇન્ફ્લેશન ૭.૭ ટકા અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન ૧૧.૫૦ ટકા હોવાથી ફેડ કરતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ઇન્ફ્લેશનને બે ટકાના ટાર્ગેટ સુધી પહોંચાડવા ઇન્ટરેસ્ટ રેટમાં હજી લાંબા સમય સુધી આક્રમક વધારો કરવો પડશે, જે ડૉલરને ઘટાડશે અને સોનામાં તેજી થવાના ચાન્સિસ લાંબા ગાળે વધારશે.

business news