મુંબઈમાં સોના અને ચાંદી સતત બીજા દિવસે સુધર્યાં

18 January, 2020 11:12 AM IST  |  Mumbai | Bullion Watch

મુંબઈમાં સોના અને ચાંદી સતત બીજા દિવસે સુધર્યાં

ગોલ્ડ

ચીનનો ઇકૉનૉમિક ગ્રોથરેટ ૩૦ વર્ષના તળિયે ચોથા ક્વૉર્ટરમાં જળવાઈ રહેતાં સોના-ચાંદીમાં મજબૂતી જળવાયેલી હતી, વળી અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ-ઍગ્રીમેન્ટ વિશે સ્પષ્ટતાના અભાવે ઇકૉનૉમિસ્ટો આ ટ્રેડ ઍગ્રીમેન્ટની સફળતા વિશે નિરાશાવાદી સૂર બતાવી રહ્યા છે. મુંબઈની માર્કેટમાં સોના-ચાંદી સતત બીજા દિવસે સુધર્યા હતા. મુંબઈમાં સોનું ૬૯ અને ચાંદી ૨૮૫ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહ

અમેરિકા-ચીન વચ્ચે ફર્સ્ટ ફેઝનાં ટ્રેડ ઍગ્રીમેન્ટ થયાના બે દિવસ પછી પણ હજી ટૅરિફ વિશે સ્પષ્ટતા થઈ નથી તેમ જ બન્ને દેશો વચ્ચે વિવાદિત મુદ્દા વિશેનું કોઈ સૉલ્યુશન રજૂ થયું નથી એથી ટ્રેડ કમ્યુનિટીમાં આ ટ્રેડ ઍગ્રીમેન્ટ કેટલો અસરકારક રહેશે એ વિશે અનેક શંકા પ્રવર્તે છે. ટ્રેડ ઍગ્રીમેન્ટની પૉઝિટિવ અસર વિશે ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટો નિરાશાવાદી સૂર બતાવી રહ્યા છે ત્યારે સોનામાં વીતેલા સપ્તાહ દરમ્યાન છેલ્લા બે મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો અને સોનું શુક્રવાર સુધીમાં ચાલુ સપ્તાહમાં ૦.૪ ટકા ઘટ્યું હતું. સોનાના આ ઘટાડા બાદ પણ ઇકૉનૉમિસ્ટોના મતે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અને જિયોપૉલિટિકલ ટેન્શનનો વધારો ૨૦૨૦માં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ સોનામાં લાવશે.

ઇકૉનૉમિક ફૅક્ટર

ચીનનો ૨૦૧૯ના છેલ્લા ક્વૉર્ટરનો ગ્રોથરેટ ઘટીને ૬ ટકા રહ્યો હતો જે છેલ્લાં ૩૦ વર્ષનો સૌથી નીચો હતો અને ગ્રોથરેટ અગાઉના ક્વૉર્ટર જેટલો યથાવત્ રહ્યો હતો. જોકે રીટેલ સેલ્સના ડેટા સ્ટ્રૉન્ગ આવ્યા હતા, ચીનનું રીટેલ સેલ્સ ડિસેમ્બરમાં ૮ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ગ્રોથ ડિસેમ્બરમાં ૬.૯ ટકા વધીને ૨૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૧૯માં ૫.૪ ટકા ગયા વર્ષની સરખામણીમાં વધ્યું હતું. ચીનના નબળા ગ્રોથરેટ ડેટા સામે અન્ય ઇકૉનૉમિક ઇન્ડિકેટર સ્ટ્રૉન્ગ રહેતાં સોનાની તેજીને સપોર્ટ મળ્યો નહોતો. યુરો એરિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૧.૩ ટકાએ પહોંચ્યું હતું, જે નવેમ્બરમાં ૧ ટકો હતું.

ભાવિ રણનીતિ

છેલ્લા એક સપ્તાહમાં અમેરિકા, ચીન અને યુરો એરિયાના ઇન્ફ્લેશનમાં પ્રોત્સાહક વધારો જોવા મળ્યો છે. જ્યારે ઇન્ફ્લેશન વધે ત્યારે સોનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ સાબિત થયું છે. આ સંજોગોમાં જો આવનારા દિવસોમાં ઇન્ફ્લેશન વધશે તો સોનામાં હેજિંગની ડિમાન્ડ વધતી જોવા મળશે જે સોનામાં તેજી લાવવા માટે એક નવું કારણ ઉમેરાશે.

business news