આ એરલાઈન્સથી ફક્ત 899 રૂપિયામાં કરો 24 શહેરોની હવાઈ યાત્રા

27 May, 2019 04:27 PM IST  | 

આ એરલાઈન્સથી ફક્ત 899 રૂપિયામાં કરો 24 શહેરોની હવાઈ યાત્રા

GoAir

તમે ઉનાળાની રજામાં ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરો છો અને મોંઘી એર ટિકિટને લઈને હેરાન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એરલાઈન્સ કંપની (GoAir)એ મેગા મિલયન સેલ શરૂ કરી છે. આ સેલમાં તમે બહુ જ સસ્તા ભાવમાં પોતાની એર ટિકિટ બુક કરી શકો છો. આ સેલ 27,28 અને 29 મે એટલે આજે, કાલે અને પરમ દિવસ સુધી રહેવાની છે.

ફક્ત 899માં લો હવાઈ સફરનો આનંદ

એરલાઈન્સના આ મેગા મિલિયન સેલમાં એક મિલિયન એટલે 10 લાખ એર ટિકિટ ઉપલબ્ધ છે. આ સેલમાં તમે 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીની એર ટિકિટ બુક કરાવી શકો છો. ગો એર આ સેલમાં શરૂઆતી ટિકિટ ફક્ત 899 રૂપિયામાં આપી રહી છે એટલેકે એક હજારથી ઓછા પૈસામાં હવાઈ યાત્રા કરવાનો આનંદ લઈ શકો છો.

આ 24 લોકેશન્સની કરો યાત્રા

એરલાઈન્સ ગો એર 24 ઘરેલૂ લોકેશન્સના માટે યાત્રાની સુવિધા આપે છે. એમાં જયપુર, જમ્મૂ, કોચીન, કોલકાત્તા, કન્નોર, લેહ, લખનઉ, મુંબઈ, નાગપુર, પટણા, પોર્ટ બ્લેયર, શ્રીનગર, અમદાવાદ, બાગડોગરા, બેંગ્લુરૂ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી,

આકર્ષક કેશબેક ઑફર

ગો એર એરલાઈન્સ પોતાના આ મેગા મિલિયન સેલમાં કેટલાક પ્રકારના ડિસ્કાઉન્ટ અથવા કેશબેક ઑફર આપી રહી છે. આ ઑફર પેટીએમ, ફેબ હોટલ્સ, મિંત્રા (Myntra) અને ઝૂમકાર સાથે પણ આપવામાં આવી રહી છે. પેટીએમની સાથેની ઑફરની વાત કરીએ તો 2499 રૂપિયાથી વધારેનું ટ્રાન્ઝેક્શન કરવા પર એર ટિકિટ પર 500 રૂપિયાનું કેશબેક મળી શકે છે જે 24 કલાકમાં તમારા વૉલેટમાં આવી જશે. ફેબ હોટલ્સમાં શરતની સાથે 40%+25% એક્સ્ટ્રા સુધીના ડિસ્કાઉન્ટનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યાં આ મેગા મિલિયન સેલમાં મિંત્રા Myntra) પર શરતની સાથે 10% છૂટનો પણ ઑફર છે. એની સાથે જ સેલમાં ઝૂમકાર પર શરતની સાથે 1500 રૂપિયાના ડિસ્કાઉન્ટની વાત કરવામાં આવી રહી છે.

business news