જનરલ ઇન્સ્યૉરન્સ ઉદ્યોગ ૭થી ૯ ટકાના દરે વૃદ્ધિ કરશે : ઇકરા

19 June, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાહનોના વીમાનું પ્રમાણ આ ઉદ્યોગમાં પહેલેથી વધારે રહ્યું છે, પરંતુ વર્ષ ૨૦૧૫-’૧૬ના ૪૬ ટકાના પ્રમાણથી ઘટાડો થઈને ૨૦૨૦-’૨૧માં તેનું પ્રમાણ ૩૭ ટકા થઈ ગયું હતું, એમ ઇકરાએ જણાવ્યું છે. 

મિડ-ડે લોગો

જનરલ ઇન્સ્યૉરન્સ ઉદ્યોગ વર્તમાન નાણાકીય વર્ષમાં ૭થી ૯ ટકાના દરે વૃદ્ધિ કરશે એવી શક્યતા ઇકરાએ વ્યક્ત કરી છે. 
રોકાણસંબંધી માહિતી પૂરી પાડનારી કંપની ઇકરાના મતે આ ઉદ્યોગમાં આરોગ્ય વીમા તથા મોટર વીમામાં વધુ પૉલિસીઓ લેવામાં આવશે, જેનાથી પ્રત્યક્ષ પ્રીમિયમની આવકમાં વધારો થશે. પાછલા વર્ષે વિકાસદર ૪ ટકા હતો. 
સરકારી કંપનીઓ ડિજિટલ તંત્રજ્ઞાનનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરી શકી નહીં હોવાથી એમના બિઝનેસમાં વર્ષાનુંવર્ષ ધોરણે ૨ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ ૮ ટકાના દરે વૃદ્ધિ કરી છે. 
ગયા વર્ષે આરોગ્ય વીમા અને પર્સનલ ઍક્સિડન્ટ વીમાની પૉલિસીઓમાં ૧૨ ટકાની વૃદ્ધિ થઈ હતી. વાહનોના વીમાનું પ્રમાણ આ ઉદ્યોગમાં પહેલેથી વધારે રહ્યું છે, પરંતુ વર્ષ ૨૦૧૫-’૧૬ના ૪૬ ટકાના પ્રમાણથી ઘટાડો થઈને ૨૦૨૦-’૨૧માં તેનું પ્રમાણ ૩૭ ટકા થઈ ગયું હતું, એમ ઇકરાએ જણાવ્યું છે.

business news