ગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી

19 July, 2019 08:28 PM IST  |  નવી દિલ્હી

ગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ, રેલ મંત્રાલયે આપી જાણકારી

ગરીબોની એસી ટ્રેન 'ગરીબ રથ' નહીં થાય બંધ


ઓછા પૈસામાં એસી ટ્રેનમાં સફર કરવાનું સપનું સાકાર કરનારી ગરીબ રથ ટ્રેન બંધ નહીં થવાની અને તેના ભાડામાં કોઈ જ ફેરફાર નહીં થાય. રેલ મંત્રાલયે તેની જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે તેઓ ટ્રેન બંધ નથી કરવાના. આ પહેલા એ ખબર સામે આવી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનને બંધ કરીને તેને મેલા એક્સપ્રેસમાં બદલવાની યોજના બનાવી રહી છે.


મંત્રાલયે પોતાના ટ્વીટમાં લખ્યું કે વર્તમાનમાં રેલવે દ્વારા 26 ગરીબ રથ ટ્રેન ચલાવવામાં આવે છે. ગરીબ રથમાં 12 કોચ છે, તમામ એસી છે. ઓછી કિંમતમાં એસીની સુવિધા આપનાર આ ટ્રેન ખૂબ જ લોકપ્રિય છે.

મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે ઉત્તર રેલવેમાં કોચની કમીના કારણે કાઠગોદામ-જમ્મૂ અને કાઠગોદામ-કાનપુર માર્ગ પર ગરીબ રથની જગ્યાએ અસ્થાયી રીતે એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેન 4 ઑગસ્ટ 2019થી ગરીબ રથ એક્સપ્રેસ તરીકે ફરી અમલમાં આવશે. ગરીબ રથ ટ્રેનને બંધ કરવાની કોઈ યોજના નથી.

મહત્વનું છે કે પૂર્વ રેલ મંત્રી લાલૂ યાદવે 2006માં મધ્યમ અને ઓછી આવક ધરાવતા મુસાફરો માટે એસી થ્રી-ટીયર ગરીબ રથ ટ્રેનોની શરૂઆત કરી હતી. આ ટ્રેનોને ચલાવવાનો ઉદ્દેશ એસી ટ્રેન યાત્રાને મધ્ય અને ઓછી આવક માટે સસ્તી અને કિફાયતી બનાવવાનું હતું. પહેલા ગરીબ રથે બિહારના સહરસાથી પંજાબના અમૃતસર સુધી ચલાવવામાં આવી હતી.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

ગરીબ રથ ટ્રેનને મેલ એક્સપ્રેસમાં બદલવામાં આવે તો દિલ્હી- બાંદ્રા ગરીબ રથ એસી ટ્રેનની ટિકિટ મોંઘી થઈ જશે.  ગરીબ રથમાં તેની કિંમત 1, 500 રૂપિયા હતી. જે વધી શકે છે. પટના જંક્શનથી ગરીબ રથનું ભાડું લગભગ 900 રૂપિયા છે જ્યારે થર્ડ એસીનું ભાડુ 1300 રૂપિયા છે. જો આવું થાય તો મુસાફરોએ 400 રૂપિયા વધારે ચુકવવા પડે.

indian railways national news