PM મોદીથી રાહુલ ગાંધી સુધી, જાણો આ નેતાઓ ક્યાં લગાવે છે પોતાના પૈસા

29 April, 2019 03:46 PM IST  |  મુંબઈ

PM મોદીથી રાહુલ ગાંધી સુધી, જાણો આ નેતાઓ ક્યાં લગાવે છે પોતાના પૈસા

જાણો ક્યાં રોકાણ કરે છે આ નેતાઓ?

2019 લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણી માટે લોકોને પોતાની આવકનો હિસાબ આપવાનો હોય છે. પોતાની કમાણીને લઈને નેતાઓ ઉમેદવારી પત્રકમાં જાણકારી આપતા હોય છે. તેમના સોગંદનામા જોઈને એ જાણકારી મળે છે કે તેમની પાસે કેટલા પૈસા છે અને તેઓ પોતાના પૈસા ક્યાં ક્યાં રોકાણ કરે છે. આ નેતાઓના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં FD અને ટેક્સ-ફ્રી બોન્ડ્સની સાથે મ્યૂચ્યુઅલ ફંડ અને શેર પણ સામેલ છે. જ્યારે મોટાભાગના નેતાઓ સાથે રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર છે. જ્યારે કેટલાક નેતાઓ પાસે કિંગફિશરના પણ શેર છે.

નરેન્દ્ર મોદી
દેશના વડાપ્રધાનની વાત કરીએ તો તેમણે શેર બજાર કે મ્યૂચ્યુઅલ ફંડમાં કોઈ રોકાણ નથી કર્યુ. તેમનું રોકાણ માત્ર બેંકમાં જમા, ટેક્સ-ફ્રી-બૉન્ડ, વીમા પોલિસી અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પુરતુ જ મર્યાદિત છે.

અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જે કંપનીઓના શેર ખરીદીને રાખ્યા છે તેમાં RIL, TCS, બજાજ ઑટો, કોલગેટ-પામોલિવ, ગ્રાસિમ, HUL, એલએંડટી ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક જેવી દિગ્ગજ કંપનીઓ છે.

રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સીધા ઈક્વિટીમાં પૈસા નથી લગાવતા. તેમણે ઈક્વિટી આધારિત મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું.

સુપ્રિયા સુલે
દિગ્ગજ નેતા શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેએ નોન લિસ્ટેડ કંપનીઓના એક કરોડ રૂપિયાના શેર્સ ખરીદ્યા છે.જ્યારે તેમની પાસે લિસ્ટેડ કંપનીઓના 6 કરોડ રૂપિયાના શેર્સ છે. તેમણે મ્યૂચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરીને રાખ્યું છે.

નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી અને નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરી પાસે પૂર્તિ પાવર અને શુગર લિમિટેડના શેર છે. સાથે તેમણે અન્ય જગ્યાએ પણ રોકાણ કર્યું છે.

પૂનમ મહાજન
મુંબઈ નૉર્થ સેંટ્રલથી ભાજપના ઉમેદવાર પૂનમ મહાજન પાસે રિલાયંસ ઈંડસ્ટ્રીઝ, TCS, વોડાફોન આઈડિયા સેલ્યૂલર અને રિલાયંસ પાવર સાથે બંધ થઈ ચુકેલી કંપની કિંગફિશર એરલાઈન્સના પણ શેર છે.

મુરલી દેવરા
મુંબઈ સાઉથથી કોંગ્રેસના ઉમેદવાર મુરલી દેવરાએ અનેક બોન્ડ, પીએમએસ અકાઉન્ટ, સ્ટ્રકચર્ડ માર્કેટ પ્રોડક્ટ્સ, મ્યૂચ્યુઅલ ફંડ અને ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાંસમાં ઈન્વેસ્ટ કર્યું છે.

ઉર્મિલા માતોંડકર
અભિનેત્રીથી રાજનીતિની દુનિયામાં આવેલા ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર છે. તેમણે શેર, બોન્ડ્સ અને મ્યૂચ્યુઅલ ફંડમાં 28.28 કરોડ રૂપિયા જ્યારે પોર્ટોફોલિયો મેનેજમેન્ટ સર્વિલમાં લગભગ 6 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

જયા પ્રદા
ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ એનર્જી ડેવલેપમેન્ટ કંપની, કોલ ઈંડિયા, HDFC બેંક, ITC, MCX અને રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝમાં પણ રોકાણ કર્યું છે.

રાજ બબ્બર
ફતેહપુર સિકરીથી કોંગ્રસેના ઉમેદવાર રાજ બબ્બરે આઈએલએંડએફએસ નેટવર્ક્સ લિમિટેડમાં રોકાણ કર્યું છે.

વી. કે. સિંહ
કેન્દ્રીય મંત્રી વી. કે. સિંહ અને તેમના પત્નીએ અલગ અલગ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને રાખ્યું છે.

narendra modi rahul gandhi amit shah supriya sule nitin gadkari