ખાંડનો ઑગસ્ટ મહિના માટે ૨૧ લાખ ટનનો ક્વૉટા જાહેર

31 July, 2021 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાંડબજારમાં સરેરાશ આગામી દિવસોમાં નિકાસ-વેપાર વધશે તો મજબૂતાઈની ધારણા છે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ખાંડનો ઑગસ્ટ મહિનાનો ક્વૉટા ચાલુ મહિનાની તુલનાએ ઓછો જાહેર કર્યો છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે કેન્દ્ર સરકારે ઑગસ્ટ મહિના માટે ખાંડનો કુલ ૨૧ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે જુલાઈ મહિનામાં ૨૨ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો હતો, જે ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં ૨૦.૫૦ લાખ ટનનો જાહેર થયો હતો, જેની તુલનાએ ચાલુ વર્ષે ઑગસ્ટનો ક્વૉટા અડધો ટન વધારે જાહેર કરવામાં આવ્યો છે.

ખાંડબજારમાં સરેરાશ આગામી દિવસોમાં નિકાસ-વેપાર વધશે તો મજબૂતાઈની ધારણા છે.

 

business news