Flipkart હવે લોન્ચ કરશે ક્રેડિટ કાર્ડ, મળશે અનલિમિટેડ કેસબેક

12 July, 2019 09:32 PM IST  |  Mumbai

Flipkart હવે લોન્ચ કરશે ક્રેડિટ કાર્ડ, મળશે અનલિમિટેડ કેસબેક

Mumbai : ઇ કોમર્સની દુનિયામાં આજે ગળાકાપ સ્પર્ધા ચાલી રહેલી છે. ત્યારે પોતાના ગ્રાહકોને સાચવી રાખવા માટે અને નવા ગ્રાહકો લાવવા માટે દરેક કંપનીએ કંઇકને કઇક ઓફરો માર્કેટમાં લાવતી રહેવી પડે છે. ત્યારે હવે દેશની સૌથી મોટી ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ જલ્દી જ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. ફ્લિપકાર્ટના નવા ક્રેડિટ કાર્ડ પર ઑનલાઇન અને ઑફલાઇન શોપિંગ પર અનલિમિટેડ કેશબૅક પણ મળશે.


ફ્લિપકાર્ટના નવા કાર્ડ માટે પહેલા 500રૂ. ચુકવવા પડશે

ફ્લિપકાર્ટ મુજબ નવા કાર્ડ માટે ગ્રાહકોએ રજિસ્ટ્રેશન માટે રૂ. 500 ચૂકવવા રહેશે. વાર્ષિક 2 લાખની ખરીદી પર વાર્ષિક ચાર્જ માફ કરી દેવામાં આવશે. ફ્લિપકાર્ટ અને એક્સિસ બેંકે થર્ડ પાર્ટીના વેપારીઓ સાથે પણ ભાગીદારી કરી છે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

MakeMyTrip, Uber, PVR, UrbanClap અને Curefit. આ કંપની પાસેથી સામાનની ખરીદી પર ગ્રાહકોને 4 % કેશબેક મળશે. આ સાથે જ અન્ય દરેક વેપારી પાસેથી ખરીદી પર કાર્ડહોલ્ડરને 1.5 % અનલિમિટેડ કેશબેક મળશે. દેશભરમાં રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને 20% ડિસ્કાઉન્ટ મળશે અને 1.5% કેશબેક ઉપલબ્ધ થશે. આટલું જ નહીં, ગ્રાહકોને દર મહિને ઇંધણ સરચાર્જ પર 1 ટકા અથવા 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

technology news business news flipkart