Flipkart ના સેલર્સ માટે સારા સમાચાર, બેન્કોમાંથી મળશે તત્કાલ લોન

21 June, 2019 08:37 PM IST  |  Mumbai

Flipkart ના સેલર્સ માટે સારા સમાચાર, બેન્કોમાંથી મળશે તત્કાલ લોન

Mumbai : Flipkart આમ તો છેલ્લા ઘણા કિસ્સાઓના કારણે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. પરંતુ અત્યારે ફ્લિપકાર્ટના સેલર્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ફ્લિપકાર્ટના સેલર્સને હવે બેન્કમાંથી ઇન્સટન્ટ લોન મળશે. વોલમાર્ટની માલિકી ધરાવતી ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે પોતાના સેલર્સને ફક્ત બે દિવસમાં લોન પુરી કરવા માટે ઘણી બેંકો અને નોન-બેકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ની સાથે કરાર કર્યો છે. કંપની દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને સેલરનું ફાઇનાન્સિંગ કરનાર કાર્યક્રમ 'ગ્રોથ કેપિટલ'ને નવી રીતે તૈયાર કર્યો છે.

સેલર્સને આ જગ્યાએથી મળી શકશે લોન

આ યોજના હેઠળ ફ્લિપકાર્ટના એક લાખથી વધુ વિક્રેતા ફક્ત બે દિવસમાં જ 10 બેંકો તથા એનબીએફસી પાસેથી લોન લઇ શકે છે. કંપનીએ કહ્યું કે તેમાં એક દિવસનો સમય લોનની મંજૂરીમાં લાગી શકે છે અને આગામી બે દિવસમાં લોન આપી દેવામાં આવે છે.

આ પણ વાંચો : Facebook પર આ બેન્કે લગાવ્યો કોપી કરવાનો આક્ષેપ

લોન પર વ્યાજ 9.5 ટકા રહેશે
લોન પર વ્યાજ પર 9.5 ટકા હશે. કંપનીએ કહ્યું કે તેના માટે એસબીઆઇ, બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, આદિત્ય બિરલા ફાઇનાન્સ, ટાટા કેપિટલ, ફ્લેક્સીલોન્સ, સ્મોલ ઇંડસ્ટ્રીઝ ડેવલોપમેંટ બેંક ઓફ ઇન્ડીયા (સિડબી), લેંડિંગકાર્ટ, ઇંડિફાઇ અને હેપ્પી લોન્સ સાથે કરાર કરવામાં આવ્યો છે.

business news flipkart