ફ્લિપકાર્ટના માધ્યમથી ભારતમાં વ્યાપ વધારી રહેલી વૉલમાર્ટ:અદાણી ગ્રુપ સાથે કરાયો વેપારી કરાર

13 April, 2021 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લિપકાર્ટે લૉજિસ્ટિક્સ અને ડેટા સેન્ટરની ક્ષમતા વધારવા માટે અદાણી ગ્રુપ સાથે વેપારી કરાર કર્યાની જાહેરાત કરી છે. અમેરિકાની વૉલમાર્ટે ખરીદી લીધેલી ફ્લિપકાર્ટનું કહેવું છે કે આ કરારને પગલે કંપની ૨૫૦૦ પ્રત્યક્ષ રોજગારનું સર્જન કરી શકશે.

ફ્લિપકાર્ટ

આ કરાર મુજબ ફ્લિપકાર્ટ અદાણી પોર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનની પેટા કંપની અદાણી લૉજિસ્ટિક્સ લિ. સાથે સહયોગ સાધીને સપ્લાય ચેનનું માળખું મજબૂત બનાવશે. ઉપરાંત ફ્લિપકાર્ટ ચેન્નઈમાં અદાણી કનેક્સ ખાતે પોતાનું ત્રીજું ડેટા સેન્ટર સ્થાપશે. આ સહયોગની નાણાકીય વિગતો જાહેર કરવામાં આવી નથી. તેના હેઠળ અદાણી લૉજિસ્ટિક્સ લિ. મુંબઈમાં ૫.૩૪ લાખ ચોરસ ફુટનું વેરહાઉસ બનાવશે, જે ફ્લિપકાર્ટને લીઝ પર આપવામાં આવશે. અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવનારા આ વેરહાઉસને ૨૦૨૨ના ત્રીજા ક્વૉર્ટર સુધીમાં કાર્યરત કરવામાં આવશે અને તેમાં વેચાણકારોની એક કરોડ વસ્તુઓને રાખવાની સુવિધા હશે. 

આ કરાર પરથી સ્પષ્ટ થાય છે કે વૉલમાર્ટ ભારતમાં પોતાનો વ્યાપ વધારવાની દિશામાં આગળ વધી રહી છે. 

business news flipkart