ફાઈનાન્સપિઅરે 30 લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું

29 September, 2020 09:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફાઈનાન્સપિઅરે 30 લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું

ફાઈનાન્સપિઅરના સીઈઓ રોહિત ગાજભીયે

એજ્યુકેશન ફીનટેક કંપની ફાઈનાન્સપિઅરે તાજેતરમાં જ 30 લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું છે. કંપનીમાં રોકાણ કરનારાઓમાં જયપુરની એનબીએફસી એમએસ ફિનકૅપ, દુબઈનું સૌથી મોટુ જૂથ આર એમ વેન્ચર્સ, એંગલબે હોલ્ડિંગ્સ, જીતો એન્ગલ નેટવર્ક, એચઈએમ એન્ગલ્સનો સમાવેશ છે.

છેલ્લા બે વર્ષમાં આ કંપનીએ 40 લાખ ડૉલર એકત્ર કર્યા છે. એકત્ર થનારા ભંડોળનો ઉપયોગ આગામી એક વર્ષમાં 5000 જેટલી સ્કૂલ્સમાં એજ્યુકેશન પાર્ટનરશીપમાં કરવામાં આવશે. હાલમાં કંપનીનો 1800 સ્કૂલ્સ સાથે જોડાણ છે.

ફાઈનાન્સપિઅરના સીઈઓ રોહિત ગાજભીયેએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વચ્ચે પણ અમે ભંડોળ એકત્ર કરી શક્યા તે અમારી ક્ષમતા, સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સમયગાળામાં અમે નાણાકીય રીતે પીડિત વાલીઓની મદદ કરી હતી.

એમએસ ફિનકૅપના ડાયરેક્ટર શ્રીધર મોદીએ કહ્યું કે, અમે ફાઈનાન્સપિઅર સાથે ભાગીદારી કરતા ખુશ છીએ કારણ કે અમારા બંનેનો ધ્યેય એક જ છે. અમે બાળકોના એજ્યુકેશન માટે વાલીઓ ફી ભરવામાં સક્ષમ બનાવી રહ્યા છીએ.

ફાઈનાન્સપિઅરની સ્થાપના આઈઆઈટી,આઈઆઈએમના ઉદ્યોગસાહસિકો રોહિત ગાજભીયા, સુનિત ગાજભીયા, નવીશ રેડ્ડી અને દેબી પ્રસાદ બારલે કરી છે.

business news