નાણાપ્રધાનનું મહિલા સાહસિકોને નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા સૂચન

17 September, 2022 08:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વધુ મહિલા નેતાઓ ધરાવતી કંપનીઓ વધુ નફો કરતી હોવાનું તારણ

નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે મહિલા સાહસિકો અને કૉર્પોરેટ નેતાઓને નેતૃત્વની ભૂમિકા નિભાવવા વિનંતી કરી હતી. બીએસઈ હેડક્વાર્ટર ખાતે મહિલા ડિરેક્ટર્સના કૉન્ક્લેવને સંબોધતાં, તેમણે જણાવ્યું હતું કે કૉર્પોરેટ જગતમાં મહિલા નેતાઓની પૂરતી સંખ્યા નથી, કારણ કે તેઓ એક સહજ લાગણીથી ઘેરાયેલાં છે કે તેઓએ નેતૃત્વની ભૂમિકામાં રહેવા માટે પોતાને વારંવાર સાબિત કરવાની જરૂર છે અને આમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે માર્ગદર્શન અને વધુ મહિલાઓને બોર્ડના સભ્યો બનવા માટે પ્રોત્સાહિત કરવી જરૂરી છે. કૉર્પોરેટ્સને તેમના બોર્ડમાં વધુ મહિલાઓ રાખવાની વિનંતી કરતાં, તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે એ સાબિત થયું છે કે તેમના બોર્ડમાં વધુ મહિલા નેતાઓ ધરાવતી કંપનીઓ વધુ નફાકારક અને વધુ સમાવિષ્ટ છે.

business news nirmala sitharaman