વૈશ્વિક મંદીથી બચવા માટે નિર્મલા સીતારમણે કરી મહત્વની જાહેરાતો

23 August, 2019 08:22 PM IST  | 

વૈશ્વિક મંદીથી બચવા માટે નિર્મલા સીતારમણે કરી મહત્વની જાહેરાતો

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નિર્મલા સિતારમણે કહ્યું કે, ભારત સાથે દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. નિર્મલા સિતારમણે અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં સર્જાયેલી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી.

નિર્મલા સીતારમણની જાહેરાતો

- શેરબજારમાં કેપિટલ ગેઇન પરથી સરચાર્જ દૂર થશે
- સ્ટાર્ટઅપ ટેક્સ માટે અલગથી સેલ બનશે
- રેપો રેટ ઓછા થવાથી વ્યાજદર ઓછા થશે
- વ્યાજદર ઘટવાથી EMI ઘટશે
-બેન્કોને વ્યાજદરના ઘટાડાનો ફાયદો લોકોને આપવો પડશે
-ડીમેટ અકાઉન્ટ માટે આધારથી મુક્ત KYC રહેશે
- વાહન ખરીદીને પ્રોત્સાહન માટે સરકાર અમુક યોજનાઓ પર કામ કરી રહી છે
-લોન એપ્લીકેશનની ઓનલાઇન દેખરેખ કરવામાં આવશે
- લોન સમાપ્ત થયા બાદ સિક્યોરિટી સંબંધિત ડોક્યુમેન્ટ્સ બેન્કોને 15 દિવસમાં આપવા પડશે.
- 31 માર્ચ 2020 સુધી ખરીદાયેલા બીએસ-4 વાહન માન્ય રહેશે
- EV અને બીએસ-4 ગાડીઓનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે
- વનટાઇમ રજીસ્ટ્રેશન ફી ને જૂન 2020 સુધી વધારવામાં આવી છે


સીતારમણે કહ્યું હતું કે, મંદીની સમસ્યા માત્ર ભારતને જ નહી, દુનિયાના અન્ય દેશોને પણ નડી રહી છે. આર્થિક સુધારા અંગે તેમણે કહ્યું હતું કે, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે ચાલતી જ રહેશે. ભારતની આર્થિક વ્યવસ્થાને તેમણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ વધુ મજબૂત અને તરલ ગણાવી.

નાણા પ્રધાને જાહેરાત કરી કે, બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે નાણા પ્રધાને કહ્યું કે, લિક્વિડિટી વધારવા માટે પબ્લિક સેક્ટરની બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સંપત્તિ ગિરવે મુકીને લોન લેનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે બેન્કોને ચોક્કસપણે લોન ક્લોઝરના દસ્તાવેજો 15 દિવસ વધારાના આપવા આવશે.

nirmala sitharaman business news gujarati mid-day