11 વર્ષમાં બેન્કમાં 50 હજારથી વધુ ફ્રોડના કેસ, 2 લાખ કરોડની છેતરપિંડી

14 June, 2019 10:27 PM IST  |  મુંબઈ

11 વર્ષમાં બેન્કમાં 50 હજારથી વધુ ફ્રોડના કેસ, 2 લાખ કરોડની છેતરપિંડી

File Photo

ભારતના બેન્કિંગ સેકટરમાં છેલ્લાં 11 વર્ષમાં છેતરપિંડીના 50,000 કેસ બન્યા છે. આરબીઆઇના ડેટા પ્રમાણે આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ અને એચડીએફસી બેન્કમાં ફ્રોડની સંખ્યા સૌથી વધુ રહી છે. 2008-09થી 2018-19ના ગાળામાં ફ્રોડના 53,334 કેસ નોંધાયા છે. જેનું મુલ્ય રૂ.2.05 લાખ કરોડ છે.

આઇસીઆઇસીઆઇ બેન્કમાં સૌથી વધુ રૂ.5,033.81 કરોડના 6,811 ફ્રોડ કેસ નોંધાયા છે. સૂચિત ગાળામાં એસબીઆઇમાં છેતરપિંડીના 6,793 કેસ બન્યા છે. જેનું મુલ્ય23,734.74 કરોડ થાય છે. એચડીએફસી બેન્કમાં ફ્રોડની સંખ્યા 2,497 કરોડ અને મૂલ્ય રૂ.1,200.79 કરોડ રહ્યા છે.

આરબીઆઇએ આરટીઆઇ હેઠળ કરાયેલી અરજીમાં આ માહિતી આપી હતી. 11 વર્ષમાં બેન્ક ઓફ બરોડામાં ફ્રોડના 2,160 કેસ (રૂ.12,962.97 કરોડ), પીએનબીમાં 2,047 કેસ (રૂ.28,700.74 કરોડ) અને એક્સિસ બેન્કમાં 1,944 કેસ (રૂ.પ,301.69 કરોડ) નોંધાયા છે. બેન્ક ઓફ ઇન્ડિયામાં ફ્રોડના 1,872 કેસ (રૂ.12,358.2 કરોડ), સિન્ડિકેટ બેન્કમાં 1,783 કેસ (રૂ.5,830.85 કરોડ) અને સેન્ટ્રલ બેન્કમાં 1,613 કેસ (રૂ.9,041.98 કરોડ) નોંધાયા છે.

business news state bank of india