ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગની સુરક્ષા પાછળ થાય છે અધધ.. ખર્ચ

13 April, 2019 04:52 PM IST  | 

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગની સુરક્ષા પાછળ થાય છે અધધ.. ખર્ચ

માર્કની સુરક્ષા પાછળ થાય છે આટલો ખર્ચ

ફેસબુકે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે તેમના CEO માર્ક ઝકરબર્ગની સુરક્ષા પાછળ 2018માં 22.6 મિલીયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઝકરબર્ગ દર વર્ષે એક ડૉલરની સેલેરી છે. અને તેમના અન્ય ભથ્થાઓ 22.6 મિલીયન ડૉલર એટલે કે 1 અબજ 50 કરોડથી વધારે છે, જેમાંથી મોટાભાગનો ખર્ચ તેની સુરક્ષા પાછળ થાય છે.

સુરક્ષા પાછળ આટલો ખર્ચ

ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષા પાછળ 20 મિલીયન ડૉલરનો ખર્ચ થયો છે. જે તેની પહેલાના વર્ષે 9 મિલીયન ડૉલર હતો. માર્કના પ્રાઈવેટ જેટ માટે પાછળ 2.6 મિલીયન ડૉલરનો ખર્ચ થયો છે, જેને પણ કંપનીએ તેના ઑવરઓલ સિક્યોરિટી પ્રોગ્રામનો ભાગ ગણાવ્યો છે.

માર્કને કેમ છે ખતરો?

યૂએસના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાનો હાથ હોવાની વાત સામે આવતા ફેસબુકને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સાથે કેમ્બ્રિજ એનાલિટીકા પાસે ફેસબુકના કરોડો યૂઝર્સના ડેટા હોવાના આરોપો પણ લાગ્યા છે.

ફેસબુકના ચીફ ઓપરેટિંગ ઑફિસર શેરીલ સેન્ડબર્ગે 23.7 મિલીયન ડૉલરની સેલેરી લીધી હતી. જે આની પહેલાના વર્ષે 25.2 મિલીયન ડૉલર હતી.

ફેસબુકે એ પણ જાહેરાત કરી કે નેટફ્લિક્સના CEO રીડ હેસ્ટિંગ્સ સોશિયલ મીડિયા કંપનીના બોર્ડમાંથી પોતાની બેઠક ખાલી રહ્યા છે. અને તેઓ રી-ઈલેક્શન માટે નોમિનેટ પણ નથી થયા. તેઓ ફેસબુકના બોર્ડમાં 2011થી હતા.

આ પણ વાંચોઃ જો આગળ વધવું હોય તો ગૂગલ અને ફેસબુકના રસ્તે ચાલવું પડશે, એની સ્ટાઇલ અપનાવવી પડશે

કંપનીએ એમ પણ કહ્યું કે તેઓ પેપલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ ઑફ કોર માર્કેટ્સ, પેગી આલ્ફોર્ડને નોમિનેટ કરવા માંગે છે.

mark zuckerberg facebook