Facebook નો નફો 49% ઘટ્યો, પ્રાઇવસીના ઉલ્લંઘનમાં કંપનીને થયું નુકસાન

25 July, 2019 09:20 PM IST  |  San Francisco

Facebook નો નફો 49% ઘટ્યો, પ્રાઇવસીના ઉલ્લંઘનમાં કંપનીને થયું નુકસાન

San Francisco : દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની એટલે કે ફેસબુક માટે માઠા સમાચાર આવ્યા છે. કંપનીનો ત્રિમાસીક (એપ્રિલ-જુન) ગાળામાં 2.62 અબજ ડોલર (એટલે કે 17.940 કરોડ) નો નફો થયો છે. પણ મહત્વનું છે કે ગત વર્ષના આ સમયના ત્રિમાસીક ગાળાની સરખામણી કરીએ તો આ વખતે 49% નફો ઓછો થયો છે. ગત વર્ષના ત્રિમાસીક (એપ્રિલથી જુન) ગાળાનો નફો 5.1 અબજ ડોલર (35,190 કરોડ) નો નપો હતો.


પ્રાઇવસીના ઉલ્લંઘન માટે કંપનીએ 2 અબજ ડોલર અલગ રાખ્યા છે

કંપનીએ ડેટા પ્રાઈવેસીના ઉલ્લંઘન મામલે સેટલમેન્ટ માટે 2 અબજ ડોલર (13,800 કરોડ) અલગ રાખ્યા છે. તે કારણે નફામાં ઘટાડો નોંઘવામાં આવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક ગાળામાં પણ આવું થયું હતું. આ દરમિયાન કંપનીએ કાયદાકીય ખર્ચ માટે 3 અબજ ડોલરની રકમ અલગ રાખી હતી. ફેસબુકે બુધવારે ત્રિમાસીક ગાળાના પરિણામ જાહેર કર્યા છે.

 

એડ્વરટાઈઝિંગ રેવન્યુમાં મોબાઈલ સેગમેન્ટનો 94% હિસ્સો

ફેસબુકની રેવન્યુ વધીને 16.9 અબજ ડોલર (રૂ. 1.17 લાખ કરોડ) થઈ ગઈ છે. તે ગયા વર્ષના જૂન ત્રિમાસીક ગાળાની સરખામણીએ 28% વધારે છે. એડ્વરટાઈઝિંગ રેવન્યુમાં મોબાઈલ સેગમેન્ટની 94% હિસ્સો છે. ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં ત્રિમાસીક ગાળામાં 91% હિસ્સો છે.


ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, વોટ્સએપમાં દૈનિક યુઝર્સની સંખ્યા 210 કરોડ થઇ

કંપનીના જણાવ્યા પ્રમાણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ (ફેસબુક ફેમિલી)ના દૈનિક યુઝરની કુલ સંખ્યા 210 કરોડ થઈ ગઈ છે. 270 કરોડ લોકો દર મહિને ઓછામાં ઓછી એક સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ જુઓ : ગુજરાતની સોનાની મુરત એટલે કે સુરત જાઓ તો આ સ્થળોની મુલાકાત ચોક્કસ લેજો

Facebook ને પ્રાઈવેસીના ઉલ્લંઘન મામલે 5 અબજ ડોલરનો દંડ લાગ્યો
Facebook કંપનીને પ્રાઈવેસીનું ઉલ્લંઘન ભારે પડ્યું હતું. આ મામલામાં અમેરિકન ફેડરલ ટ્રેડ કમીશન (એફટીસી)ના સેટલમેન્ટ અંતર્ગત ફેસબુકને 5 અબજ ડોલર (34,500 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. ફેસબુકને પહેલેથી જ આટલા દંડની આશંકા હતી. તેથી તેણે છેલ્લા બે ત્રિમાસીક ગાળામાં 5 અબજ ડોલરની રકમ અલગ રાખી છે. માર્ચ 2018માં ફેસબુક ડેટા લીકનો સૌથી મોટો કેસ સામે આવ્યો હતો. એફટીસીએ ફેસબુકને યૂઝર્સના ડેટાની સુરક્ષામાં ખામી માટે દોષિત માનીને બુધવારે દંડની જાહેરાત કરી હતી.