લાગી શકે છે ફેસબુક પર 3.5 ખરબ રુપિયાનો દંડ

25 April, 2019 04:32 PM IST  | 

લાગી શકે છે ફેસબુક પર 3.5 ખરબ રુપિયાનો દંડ

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 બિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવી શકે છે. યૂઝર્સની પ્રાઈવસીને લઈને છેલ્લા કેટલાક સમયથી ફેસબુક સતત ચર્ચાનો વિષય રહ્યું છે. માત્ર ફેસબુક જ નહી ઈન્ટાગ્રામ અને વોટ્સઍપની પણ પ્રાઈવસી પણ ચર્ચામાં રહી છે. માનવામાં આવી રહ્યું છે ફેડરલ ટ્રેડ કમિશન ફેસબુક પાસેથી 5 બિલિયન ડોલર દંડ ફટકારી શકે છે. હાલ ફેડરલ ટ્રે઼ડ કમિશન આ અંગે તપાસ કરી રહ્યું છે અને જો તેમને પ્રાઈવસીની પોલિસીનો ભંગ લાગશે તો ફેસબુકને દંડ ફટકારવામાં આવશે.

5 બિલિયન ડોલર ફેસબુકની એક મહિનાની આવક

માનવામાં આવી રહ્યું છે કે જો ફેસબુકને આ દંડ ફટકારવામાં આવશે તો તે ફેસબુકની માત્ર 1 મહિનાની આવક બરાબર રહેશે. જો કે હાલ આ રકમ નક્કી કરવામાં આવી નથી. તપાસ પૂરી થયા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ દંડ અંગે ફેસબુક દ્વારા તેમના 2019ના નાણાકીય રિપોર્ટમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે ફેસબુક પણ આ દંડ માટે તૈયાર છે.

 

આ પણ વાંચો: 2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય

 

ફેસબુક અને FTC કરારનો ભંગ

2011માં ફેસબુક અને ફેડરલ ટ્રેડ કમિશન વચ્ચે કરાર હતો કે યૂઝર્સનો ડેટા તેમની મંજૂરી વગર શૅર કરી શકાય નહી જો કે છેલ્લા કેટલાક સમયથી ફેસબુક અને અન્ય સોશિયલ પ્લેટફોર્મના ડેટા લીક થવાની વાત બહાર આવી હતી અને ફેસબુકે માન્યું પણ હતું કે સિક્યોરિટી બ્રિચના કારણે કેટલોક ડેટા લીક થયો હતો જે કરારનું ઉલ્લઘંન માની શકાય છે જેના કારણે ફેસબુકને દંડ થઈ શકે છે.

facebook