Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય

2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય

25 April, 2019 10:33 AM IST | નવી દિલ્હી

2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય

2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય


સતત બે મહિના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) રિટન્સર્‍ ફાઈલ નહીં કરે એવા બિઝનેસને ૨૧ જૂનથી ઈ-વે બિલ્સ જનરેટ કરવા દેવામાં નહીં આવે, એમ નાણામંત્રાલયે કહ્યું હતું.

જોકે જીએસટી કમ્પોઝિશન સ્કીમ હેઠળના બિઝનેસને તેઓ સતત બે ત્રિમાસિક ગાળા સુધી રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને ઈ-વે બિલ જનરેટ કરવા દેવામાં નહીં આવે. સેન્ટ્રલ ર્બોડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સે (સીબીઆઅસી) ૨૧ જૂન, ૨૦૧૯એ નોટિફાય કર્યું છે કે જીએસટીના નિયમો પ્રમાણેની સમયમર્યાદામાં ટૅક્સ રિટન્સર્‍ ફાઈલ કરવામાં નિષ્ફળ જનારા કન્સાઇનર (માલ મોકલનારા), કન્સાઇની (માલ પ્રાપ્ત કરનારા), ટ્રાન્સર્પોટર, ઈ-કૉમર્સ ઑપરેટર કે કુરિયર એજન્સીને ઇલેક્ટ્રૉનિક વે અથવા ઈ-વે બિલ જનરેટ કરતાં રોકવામાં આવશે.



જીએસચી નિયમો પ્રમાણે બિઝનેસે મહિનાનું રિટર્ન બીજા મહિનાની ૨૦મી તારીખ સુધીમાં ફાઈલ કરવાનું હોય છે. જોકે કમ્પોઝિશન્સ સ્કીમમાંના બિઝનેસે એક ત્રિમાસિક ગાળો પૂરો થયા બાદ બીજા મહિનાની ૧૮મી તારીખ સુધીમાં ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.


ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ નેટવર્ક (જીએસટી)માં એવી ગોઠવણ કરવામાં આવી છે કે ટૅક્સ રિટર્ન ફાઈલ ન કર્યું હોય એવા બિઝનેસને ઈ-વે બિલ્સ જનરેટ કરતાં રોકવામાં આવશે. અધિકારીઓ માને છે કે આ પગલાથી જીએસટી ગુપચાવવાની ઘટનાઓને રોકી શકાશે. એપ્રિલ-ડિસેમ્બર દરમ્યાન જીએસટી ગુપચાવવાના કે નિયમભંગના ૩૬૨૬ કિસ્સા બન્યા હતા, જેમાં ૧૫,૨૭૮ કરોડ રૂપિયાની રકમ સંડોવાયેલી હતી. ઈ-વે બિલ સિસ્ટમનો પ્રારંભ ૧ એપ્રિલ, ૨૦૧૮થી કરવામાં આવ્યો હતો, જેને કરચોરીવિરોધી સિસ્ટમ તરીકે જોવામાં આવે છે. ૫૦,૦૦૦ રૂપિયાથી અધિક મૂલ્યના માલને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવા કે રાજ્યમાં જ હેરફેર માટે ઈ-વે બિલ આવશ્યક છે, જેને માલવહન દરમ્યાન જીએસટી ઇન્સ્પેક્ટર માગે તો રજૂ કરવું પડે છે.

આ પણ વાંચોઃ વ્યાજદર હળવા કરવાની સાઈકલ શરૂ કરનાર RBI પહેલી કેન્દ્રીય બેન્કઃફિચ


કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓ માટે રિટર્નની નવી સુવિધા શરૂ

 નાણામંત્રાલયે જીએસટી હેઠળ કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓને રાહત આપી છે. તેમને દર ત્રણ મહિને જાતે અસેસ કરાયેલું રિટર્ન સરળ ફૉર્મમાં ભરવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધી આ બિઝનેસોએ દર ત્રણ મહિને જીએસટીઆર-૪ ફૉર્મમાં રિટર્ન ભરવું પડતું હતું, જે અનેક પાનાંનું હતું. સેન્ટ્રલ ર્બોડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સના નોટિફિકેશન મુજબ કમ્પોઝિશન સ્કીમના કરદાતાઓએ દર વર્ષે ૩૦મી એપ્રિલ સુધીમાં પાછલા નાણાકીય વર્ષનું જીએસટીઆર-૪ ફાઈલ કરવાનું રહેશે. ત્રિમાસિક ધોરણે તેઓ સરળ ફૉર્મ - જીએસટી સીએમપી-૦૮ ભરી શકશે.

જીએસટી સીએમપી-૦૮ ફૉર્મ ક્વૉર્ટર પૂરું થયા પછીના મહિનાની ૧૮મી તારીખ સુધીમાં ભરવાનું રહેશે. એમાં આઉટવર્ડ સપ્લાય, ઇન્વર્ડ સપ્લાય વગેરે વિગતો ભરવાની રહેશે. નવા ફૉર્મેટ મુજબ તેમણે એપ્રિલ-જૂનનું રિટર્ન જુલાઈમાં ભરવાનું રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 10:33 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK