ફેસબુક અને ગૂગલની ભારતીય ઑપરેશનની આવક વધી

11 December, 2020 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેસબુક અને ગૂગલની ભારતીય ઑપરેશનની આવક વધી

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા જાયન્ટ કંપની ફેસબુકની ભારતની આવક નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૩ ટકા વધીને ૧૨૭૭.૩ કરોડ રૂપિયા થઈ છે. આ વર્ષે કંપનીઓનો ભારતીય ઑપરેશનમાં નફો પણ ૧૦૭ ટકા વધી ૧૩૫.૭ કરોડ રૂપિયા થયો છે. માર્કેટ ઇન્ટેલિજન્સ કંપની ટોફલર દ્વારા કંપનીના રજિસ્ટ્રાર ફાઇલિંગ મુજબ બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર માર્ચ ૨૦૧૯ના અંતે ફેસબુક ભારતની આવક ૮૯૩.૪ કરોડ રૂપિયા હતી.

જોકે, ગૂગલના આંકડાઓ અનુસાર સર્ચ એન્જિન અને મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમની જાયન્ટ ગૂગલની આવક વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૪.૮ ટકા વધી ૫૫૯૩.૮ કરોડ રૂપિયા થ, છે અને એનો નફો ૨૩.૯ ટકા વધી ૫૮૬.૨ કરોડ રૂપિયા થયો છે.

ફેસબુક ઇન્ડિયા ભારતમાં ઍડ્વર્ટાઇઝિંગ ઇન્વેન્ટરીના નૉન-એક્સક્લુસિવ રીસેલર તરીકે કાર્ય કરે છે. કર્મચારીનો પગારખર્ચ ૬૩.૩ ટકા વધી ૨૯૯.૩ કરોડ રૂપિયા રહ્યો છે. વૈશ્વિક ડિજિટલ કંપનીની જાહેરાતની આવક પર ભારત સરકાર ૬ ટકા કર વસૂલ કરે છે. ગૂગલ ઇન્ડિયાએ ગયા નાણાકીય વર્ષમાં ૬૧૧.૧ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. 

business news facebook google