એચપીએસ સીંગદાણાની નિકાસ વીતેલા વર્ષમાં ચાર ટકા ઘટી

15 May, 2021 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં નિકાસમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સીંગદાણા

દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં નિકાસમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હસ્તકની સરકારી સંસ્થા એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપેડા)ના આંકડાઓ પ્રમાણે દેશમાંથી સીંગદાણાની નિકાસ ૬.૩૮ લાખ ટનની થઈ છે, જે આગલા વર્ષે ૬.૬૪ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં ૩.૯૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

દેશમાંથી સીંગદાણાની મૂલ્યની રીતે કુલ ૫૩૮૧ કરોડ રૂપિયાની નિકાસ થઈ છે, જે ગત વર્ષે ૫૦૯૬ કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી. આમ મૂલ્યની રીતે સરેરાશ નિકાસ ૫.૫૯ ટકા વધી છે. સીંગદાણાની સરેરાશ નિકાસ ૭૨૭ ડૉલર પ્રતિ ટનના ભાવથી થઈ છે, જે અગાઉના વર્ષે ૭૧૧ ડૉલર પ્રતિ ટનના ભાવથી થઈ હતી. આમ નિકાસમાં મૂલ્યની રીતે વધારો થયો છે. દેશની મુખ્ય એગ્રિ કૉમોડિટીની નિકાસમાં સીંગદાણાનો હિસ્સો ૩.૬૪ ટકા રહેલો છે.

business news