ગયા વર્ષના એપ્રિલની તુલનાએ આ વર્ષે ભારતમાંથી નિકાસ લગભગ ત્રણ ગણી વધી

15 May, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાંથી થતી નિકાસ વાર્ષિક ધોરણે એપ્રિલ મહિનામાં લગભગ ત્રણ ગણી વધીને ૩૦.૬૩ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. ગયા વર્ષે એપ્રિલમાં ૧૦.૩૬ અબજ ડૉલર હતી.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાંથી થતી નિકાસ વાર્ષિક ધોરણે એપ્રિલ મહિનામાં લગભગ ત્રણ ગણી વધીને ૩૦.૬૩ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. ગયા વર્ષે એપ્રિલમાં ૧૦.૩૬ અબજ ડૉલર હતી. 

સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ આયાત એપ્રિલ ૨૦૨૦ના ૧૭.૧૨ અબજ ડૉલરની સામે ૪૫.૭૨ અબજ ડૉલર થઈ હતી. એપ્રિલ મહિનાની વેપારખાધ ૧૫.૧૦ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી, જે ગયા વર્ષે આ જ મહિનામાં ૬.૭૬ અબજ ડૉલર હતી. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ઑઇલની આયાત વધારે થઈ હતી. નિકાસમાં વૃદ્ધિ થઈ હોય એ વસ્તુઓમાં જેમ્સ-જ્વેલરી, શણ, કાર્પેટ, હસ્તકળાની વસ્તુઓ, લેધર, ઇલેક્ટ્રોનિક્સ, ખોળ, કાજુ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. 

business news