એક્ઝિટ પોલ બાદ Sensex 890 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું

20 May, 2019 11:29 AM IST  |  મુંબઈ

એક્ઝિટ પોલ બાદ Sensex 890 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ છે. નિફ્ટી 284.15 અંકો સાથે 11,691 પોઈન્ટ પર ખુલ્યું હતુ જ્યારે સેન્સેક્સ 888.91 પોઈન્ટના વધારા સાથે 38,819.68 પોઈન્ટ પર ખુલ્યુ હતું. જણાવી જઈએ કે શૅર માર્કેટની તેજીનો અંદાજો સિંગાપોરમાં SGX નિફ્ટીના કારોબાર સાથે જ મળી ગયો હતો. સિંગાપોરમાં SGX નિફ્ટી 2.28 ટકા એટલે કે 261 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.

એશિયાઈ શૅર બજારની વાત કરીએ તો સોમવારે કારોબારમાં સ્થિરતા જોવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે માર્કેટને અસર પડી રહી છે. નિફ્ટીના 50 શૅરમાંથી 45 શૅર પોઝિટીવ ખુલ્યા હતા. આ શૅર પૈકી સૌથી વધુ યશ બેન્ક 6.52 ટકા, અદાણી પોર્ટ્સ 6.25 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 5.31 ટકાના ગ્રોથ પર ખુલ્યા હતા.

આ પણ વાંચો: કો-લોકેશન કેસ : 1,000 કરોડ રૂપિયાના સેબીના દંડનો આદેશ એનએસઈ પડકારશે

આ સિવાય એસબીઆઈ 5.04 ટકા, બીપીસીએલ 4.56 ટકાની તેજી સાથે ખુલતો જોવા મળ્યો હતો. એકતરફ બેન્કિંગ અને ફાઈનાન્સ સેક્ટર ગ્રોથ સાથે ખુલ્યુ હતું જ્યારે કેટલીક આઈટી કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના નામ જોવા મળ્યા હતા

business news sensex