મની મેનેજમેન્ટ: વહેલું લેવું છે રિટાયરમેન્ટ? તો આજથી જ શરૂ કરી દો પ્લાનિંગ

14 January, 2023 06:34 PM IST  |  Mumbai | Karan Negandhi

અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોની જેમ ભારતમાં કોઈ સોશિયલ સિક્યોરિટી મળતી નથી. તેથી જ ભારતમાં લોકોએ પોતાના રિટાયરમેન્ટ માટે ફંડ ઊભું કરવું જરૂરી બની જાય છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

જો તમને ૧૦ લાખ રૂપિયાની લોટરી લાગે તો તમે પહેલું કામ શું કરો? તમારો જવાબ કાર, બાઇક, મોંઘો મોબાઈલ લેવાનો અથવા તો ઘરમાં રિનોવેશન કરાવવાનો હોય અને હજી તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ શરૂ ન કર્યું હોય તો તમારે ચોક્કસ જુદી દિશામાં વિચારવાની જરૂર છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખ રિટાયરમેન્ટ પ્લાનિંગ (Retirement Planning)ને લઈને કેટલીક મહત્ત્વની સલાહ આપી છે.

વહેલું શરૂ કરવું જરૂરી

અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોની જેમ ભારતમાં કોઈ સોશિયલ સિક્યોરિટી મળતી નથી. તેથી જ ભારતમાં લોકોએ પોતાના રિટાયરમેન્ટ માટે ફંડ (Retirement Fund) ઊભું કરવું જરૂરી બની જાય છે. નેતા-અભિનેતા કે ખેલાડીને જેમ નોકરી કરતાં સામાન્ય માણસ માટે ૩૫ વર્ષે રિટાયરમેન્ટ લેવું શક્ય નથી, પરંતુ જો તે ૬૦ વર્ષની ઉંમર કરતાં વહેલું રિટાયરમેન્ટ (Early Retirement) લેવા માગતો હોય તો યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જરૂરી બની જાય છે. નિનાદ પરીખ કહે છે કે વ્યક્તિએ પોતાના પહેલા પગારથી રિટાયરમેન્ટ માટે બચત શરૂ કરી દેવી જોઈએ.

કેટલી બચત જરૂરી?

આવકના ૨૦ ટકા બચત કરવી જરૂરી છે. ધારો કે તમારું વાર્ષિક પેકેજ પાંચ લાખ રૂપિયાનું છે. તો ૨૦ ટકા પ્રમાણે તમારે પીએફ ઉપરાંત દર વર્ષે ૧ લાખ રૂપિયા રિટાયરમેન્ટ ફંડ માટે રાખવા જોઈએ.

વેલ્થ ક્રિએશન

રિટાયરમેન્ટ પ્લાનિંગમાં મૂડી ઊભી કરવી (Wealth Creation) ખૂબ જ જરૂરી છે. એટલે આ પૈસા એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ જ્યાં સારું રિટર્ન મળે. એફડી કે પીપીએફ ગેરેન્ટેડ ફંડ સ્કીમ ઇન્વેસ્ટમેન્ટ માટે સારા વિકલ્પો છે, પરંતુ તે વેલ્થ ક્રિએશનમાં મદદ કરતાં નથી. રિટાયરમેન્ટ માટે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જ્યાં વધુ રિટર્ન મેળવી શકાય.

આ પણ વાંચો: મની મેનેજમેન્ટ: કરિઅર અને સેવિંગ બન્ને કરવું છે સાથે શરૂ, તો અપનાવો આ સલાહ

આ છે બેસ્ટ સ્ટમેન્ટ ઑપ્શન્સ

મૂડી ઊભી કરવા માટે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તે જરૂરી છે. શરૂઆતમાં ઇક્વિટી ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ કે બલ્યુચીપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારી પાસે જ્યારે મોટી મૂડીજમા થઈ જાય ત્યાર બાદ રિયલ એસ્ટેટ જેવા વિકલ્પ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલ્લા છે, જ્યાંથી ખૂબ જ સારું રિટર્ન મેળવી શકાય છે.

business news karan negandhi