ઑગસ્ટમાં પણ જીએસટીનું કલેક્શન એક લાખ કરોડ રૂપિયા કરતાં વધારે

02 September, 2021 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાં મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ઑગસ્ટ મહિનાની જીએસટીની આવક ૧,૧૨,૨૦૦ કરોડ રૂપિયા થઈ છે.

પ્રતિકાત્મક તસવીર

જીએસટીની મહેસૂલી આવક જુલાઈ મહિના બાદ ઑગસ્ટમાં પણ એક લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રહી છે.
નાણાં મંત્રાલયે બુધવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ઑગસ્ટ મહિનાની જીએસટીની આવક ૧,૧૨,૨૦૦ કરોડ રૂપિયા થઈ છે. એમાં સેન્ટ્રલ જીએસટીનું પ્રમાણ ૨૦,૫૨૨ કરોડ રૂપિયા છે તથા સ્ટેટ જીએસટી ૨૬,૬૦૫ કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી ૫૬,૨૪૭ કરોડ તથા સેસ ૮૬૪૬ કરોડ રૂપિયા છે. જુલાઈ મહિનામાં કલેક્શન ૧.૧૬ લાખ કરોડ રૂપિયા હતું. 
ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં થયેલા ૮૬,૪૪૯ કરોડ રૂપિયાના કલેક્શનની સામે આ વર્ષનું કલેક્શન ૩૦ ટકા અને ૨૦૧૯ના ઑગસ્ટમાં થયેલા ૯૮,૨૦૨ કરોડ રૂપિયાના કલેક્શન કરતાં
૧૪ ટકા વધારે છે. નોંધનીય છે કે ગત જૂન સુધીના નવ મહિનામાં જીએસટીનું કલેક્શન સતત ૧ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રહ્યું હતું. 

business news goods and services tax