ડિજિટલ પેમેન્ટ ભલે વધે, એટીએમમાંથી રોકડ ઉપાડ પણ વિક્રમી સપાટીએ

21 November, 2020 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પેમેન્ટ ભલે વધે, એટીએમમાંથી રોકડ ઉપાડ પણ વિક્રમી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

નોટબંધી બાદ ભારતમાં ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો રસ સતત વધી રહ્યો છે. વધુને વધુ નાણાકીય વ્યહાર ડિજિટલ મોડથી થઈ રહ્યા છે. કોરોનાની મહામારીના લૉકડાઉનમાં પણ ડિજિટલ વ્યવહાર વધ્યા હતા આમ છતાં લોકોએ હાથ ઉપર રોકડ રાખવા માટે એની ટાઇમ ટેલર (એટીએમ) મશીનમાંથી વધુને વધુ રોકડ ઉપાડી હોવાનું પણ સામે આવ્યું છે.

દેશમાં એટીએમમાંથી નાણાંના ઉપાડે એક નવો રેકૉર્ડ બનાવ્યો છે અને સરેરાશ ૫૦૦૦ કરોડનો ઉપાડ કર્યો છે. ઑગસ્ટ મહિનામાં ભારતીયોએ એટીએમમાંથી સરેરાશ ૪૯૫૯ રૂપિયા ઉપાડી કુલ ૨૬ લાખ કરોડનો ઉપાડ કર્યો હતો જે દેશના જીડીપીના ૧૨ ટકા જેટલો છે. સામે ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિ થઈ છે અને યુપીઆઇ ટ્રાન્ઝેક્શનમાં પણ બે અબજ રૂપિયાનો આંકડો સ્પર્શી ગયો છે, તેમ છતાં ભારતીય બજારમાં હજી પણ રોકડનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. 

નવેમ્બર મહિનામાં નાણાંનો ઉપાડ વાર્ષિક તુલનાએ ૧૦ ટકા વધ્યો છે તો યુપીઆઇ પેમેન્ટમાં પણ લગભગ ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. હિટાચી પેમેન્ટ સર્વિસિસના એમડી અને સીઇઓ રુસ્તમ ઇરાનીએ કહ્યું કે રોકડ ભારતીય અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો છે અને એટીએમના કારણે લોકો સરળતા પૂર્વે રોકડ નાણાં મેળવી શકે છે. કોરોના બાદ દેશભરમાં લૉકડાઉન કારણે માર્ચના અંતમાં અને એપ્રિલ-મેમાં રોકડ ઉપાડમાં જંગી ઘટાડો જોવા મળ્યો પરંતુ જૂનના મહિનાથી રોકડ ઉપાડમાં ફરી વૃદ્ધિ થવા લાગી હતી. 

છેલ્લા લગભગ ત્રણ મહિનાના ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ પેટીએમ મશીન ટર્મિનલ્સ ઓપરેટર બીટીઆઇ પેમેન્ટના સીઇઓના શ્રીનિવાસે કહ્યું કે આ વખતે રોકડ ઉપાડ પાછલા વર્ષની દિવાળીની તુલનામાં ઘણું વધારે રહેશે. 

business news