નોકરિયાત વર્ગ માટે ખુશખબરઃ મોદી સરકારે EPFના વ્યાજદરોમાં કર્યો વધારો

21 February, 2019 06:07 PM IST  |  નવી દિલ્હી

નોકરિયાત વર્ગ માટે ખુશખબરઃ મોદી સરકારે EPFના વ્યાજદરોમાં કર્યો વધારો

નોકરીયાત વર્ગ માટે મોદી સરકારએ આપી ખુશખબર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)એ કર્મચારી પ્રોવિડેન્ડ ફન્ડ પર મળનારા વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરી દીધો છે. મોદી સરકારના આ નિર્ણયથી સાડા પાંચ કરોડથી વધારે કર્મચારીઓને ફાયદો થશે.

2015-16 બાદ આ પહેલીવાર છે, જ્યારે વ્યાજદરોમાં વધારો કરવામાં આવ્યો છે.

વ્યાજદરોમાં આ વધારો નાણાંકીય વર્ષ 2018-19થી લાગૂ પડેશ. શ્રમ મંત્રીની અધ્યક્ષતા વાળું બોર્ડ આ મામલે આખરી નિર્ણય લે છે.

બોર્ડની મંજૂરીના પ્રસ્તાવને નાણા મંત્રાલયની મંજૂરીની જરૂર પડશે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજ દર અંશધારકોના ખાતામાં નાખવામાં આવશે.

ઈપીએએફઓએ 2017-18માં પોતાના અંશધારકોને 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. જ્યારે વર્ષ 2016-17માં 8.65 ટકા અને 2015-16માં 8.8 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2013-14 અને 2014-15માં વ્યાજ દર 8.75 ટકા હતો.

narendra modi new delhi