દેશમાં રોજગારીનો દર વધીને ત્રણ મહિનાની ટોચે આઠ ટકા

02 December, 2022 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામીણ બેરોજગારીનો દર ૮.૦૪થી ઘટીને ૭.૫૫ ટકા થયો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતનો બેરોજગારી દર નવેમ્બરમાં વધીને આઠ ટકા થયો, જે ત્રણ મહિનામાં સૌથી વધુ છે, જે અગાઉના મહિનામાં ૭.૭૭ ટકા હતો એમ સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઇઈ)ના ડેટા ગુરુવારે દર્શાવે છે.

શહેરી બેરોજગારીનો દર નવેમ્બરમાં વધીને ૮.૯૬ ટકા થયો હતો જે અગાઉના મહિનામાં ૭.૨૧ ટકા હતો, જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર ૮.૦૪થી ઘટીને ૭.૫૫ ટકા થયો હતો, એમ ડેટા દર્શાવે છે.

મુંબઈસ્થિત સીએમઆઇઈના ડેટાને અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓ દ્વારા નજીકથી જોવામાં આવે છે, કારણ કે સરકાર એના પોતાના માસિક આંકડા જાહેર કરતી નથી, પરંતુ આ સંસ્થા દ્વારા જે જાહેર થાય છે એના પર જ રોજગારીની સ્થિતિ નક્કી થાય છે.

business news