દેશમાં વીજળીનો વપરાશ નવેમ્બરમાં ૧૪ ટકા વધ્યો

02 December, 2022 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવેમ્બરમાં કુલ વીજવપરાશ ૧૧૨.૮૧ અબજ યુનિટનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

સરકારી ડેટા અનુસાર, નવેમ્બર ૨૦૨૨માં ભારતનો વીજવપરાશ ગયા વર્ષની તુલનાએ બે આંકડામાં ૧૩.૬ ટકા વધીને ૧૧૨.૮૧ અબજ યુનિટ થયો હતો.

મહિનામાં વીજવપરાશની મજબૂત વૃદ્ધિ મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો સૂચવે છે, કારણ કે સામાન્ય રીતે એ નવેમ્બરમાં ધીમી રહેતી હોય છે.

નિષ્ણાતો કહે છે કે આગામી મહિનાઓમાં હીટિંગ એપ્લાયન્સિસના ઉપયોગને કારણે વીજવપરાશ અને માગમાં વધુ વધારો થશે, ખાસ કરીને દેશના ઉત્તર ભારતના ભાગમાં અને નવી રવી પાકની મોસમની શરૂઆતના કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં વધુ સુધારો થશે.

ખેડૂતો નવા પાક માટે સિંચાઈ માટે ટ્યુબવેલ ચલાવવા વીજળીનો ઉપયોગ કરે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પાવર વપરાશ ૯૯.૩૨ અબજ યુનિટ હતો, જે ૨૦૨૨ના સમાન મહિનામાં ૯૬.૮૮ અબજ યુનિટ કરતાં વધુ હતો એમ ડેટા દર્શાવે છે.

business news