આજથી આ વસ્તુઓ થઈ સસ્તી, વધ્યા છે આના ભાવ

01 July, 2019 04:05 PM IST  |  દિલ્હી

આજથી આ વસ્તુઓ થઈ સસ્તી, વધ્યા છે આના ભાવ

આજે એટલે કે 1 જુલાઈથી દેશમાં કેટલાક એવા પરિવર્તનો થયા છે, જેની તમારા ખિસ્સા પર સીધી જ અસર થવાની છે. કેટલીક ચીજવસ્તુઓ અને સુવિધાઓ આજથી મોંઘી થઈ છે, તો કેટલીક સેવાઓ સસ્તી પણ થઈ છે. આ પરિવર્તનને કારણે તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે, ચાલો તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

શું થયું મોંઘું ?

IndiGoની ટિકિટ કેન્સલ કરવાનો ચાર્ચ વધ્યો

ઈન્ડિગોએ ટ્રાવેલિંગની તારીખના 0થી 3 દિવસ અંદર ટિકિટમાં પરિવર્તનમાં કે કેન્સલ કરવાના ચાર્જમાં પરિવર્તન કર્યું છે, આ ચાર્જમાં હવે 500 રૂપિયાનો વધારો થયો છે. ડોમેસ્ટિક રૂટ્સ માટે ચાર્જ 3000 અને 2500 રૂપિયા હતો તે હવે આ જાહેરાત બાદ 3,500થી 3,000 રૂપિયા થયો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કાર મોંઘી

1 જુલાઈથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કાર ખરીદવી પણ મોંઘી બનશે. કારના ભાવમાં 36,000નો વધારો થઈ રહ્યો છે. કાચા માલના ભાવ વધવાને કારણે અને નવા સિક્યોરિટી ફીચર્સને કારણે કંપની કારના ભાવ વધારી રહી છે.

શું થયું સસ્તું ?

SBI હોમ લોન

SBI આજે 1 જુલાઈથી રેપો રેટ લિંક્ડ હોમ લોન આપી રહ્યું ચે, જેને કારણે રેપો રેટ વધવા ઘટવા પર લોનના વ્યાજ પર પણ અસર થશે. જેને કારણે કૅશ ક્રેડિટ અકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ ગ્રાહકો માટે 1 લાખથી વધુની લિમિટ સાથે વ્યાજ દર પણ ઘટાડશે. કૅશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ ગ્રાહકો માટે હાલમાં રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ 8 ટકા છે. SBIના સ્ટેટમેન્ટ પ્રમાણે RBI તરફથી 25 બેઝિસ પોઈન્ટના ઘટાડાનો લાભ 1 જુલાઈ, 2019થી CC/OD(1 લાખથી વધુની લિમિટ)ના ખાતાધારકોને લાગુ થઈ રહ્યો છે.

RTGS અને NEFTથી ટ્રાન્સફર

ભારતીય રિઝર્વ બેન્કે આજથી RTGS અને NEFT દ્વારા ફંડ ટ્રાન્સફર પરથી તમામ ચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે. RTGS દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે NEFT દ્વારા 2 લાખ સુધીની સીમા સુધી જ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

LPB સિલિન્ડર થયો સસ્તો

આજથી દિલ્હીમાં નોન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ઈન્ડિયન ઓઈલની જાહેરાત પ્રમાણે સબસિડી વગરનું LPG સિલિન્ડર હવે 637 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળશે. IOCએ કહ્યું છે કે દિલ્હીમાં સબસિડી વાળા LPGની કિંમતમાં 100.50 રૂપિયાનો ઘટાડો થશે. 1 જુલાઈ, 2019થી સિલિન્ડરની નવી કિંમતો લાગુ થશે.

આ પણ વાંચોઃ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતાં પહેલાં ઇન્વેસ્ટમેન્ટ થિસિસ બનાવવી જરૂરી

BSBD અકાઉન્ટ

1 જુલાીથી બેઝિક સેવિંગ બેન્ક અકાઉન્ટના નિયમ બદલાઈ રહ્યા છે. બેઝિક અકાઉન્ટ ધરાવતા ગ્રાહકોના ચેકબુક અને અન્ય સર્વિસ મળશે. ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નહીં લાગે. સરકારી સ્કીમમાંથી પૈસા ઉપાડવા પર કે જમા કરવા પર ચાર્જ નહીં લાગે.

business news