ખાદ્ય તેલ ઉત્પાદકોને પૅકિંગમાં લેબલિંગ સુધારવા વધુ છ મહિનાની મુદત અપાઈ

01 February, 2023 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ૧૫ જુલાઈ બાદ લેબર પર વૉલ્યુમ અને વજનનો ઉલ્લેખ ફરજિયાત બનશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ખાદ્ય તેલના વેચાણમાં અન્યાયી વેપારી પ્રથાઓને રોકવાના પ્રયાસોના ભાગરૂપે સરકારે ખાદ્ય તેલ ઉત્પાદકો, પૅકર્સ અને આયાતકારોને પૅકિંગ સમયે તાપમાનને બદલે લેબલ પર વૉલ્યુમ અને વજનના સંદર્ભમાં ચોખ્ખી માત્રાનો ઉલ્લેખ કરવા માટે ૧૫ જુલાઈ સુધી વધુ છ મહિનાનો સમય આપ્યો છે.

અગાઉ સંસ્થાઓને લેબલિંગ સુધારવા માટે ૧૫ જાન્યુઆરીની સમયમર્યાદા આપવામાં આવી હતી.

ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશ અનુસાર ‘ઉદ્યોગોની બિનઉપયોગી પૅકેજિંગ સામગ્રીને ખતમ કરવાની વિનંતીને ધ્યાનમાં રાખીને તાપમાનનો ઉલ્લેખ કર્યા વિના ખાદ્ય તેલ વગેરેનો ચોખ્ખો જથ્થો જાહેર કરવાની સમયરેખા છ મહિના માટે લંબાવવામાં આવી છે.’

રાજ્યભરના કાનૂની મેટ્રોલૉજી અધિકારીઓને ખાદ્ય તેલના ઉત્પાદકો, પૅકર્સ અને આયાતકારોમાં તાપમાનનો ઉલ્લેખ કર્યા વિના કૉમોડિટી પૅક કરવા માટે જાગૃતિ લાવવા અને પૅકેજ પર જાહેર કરાયેલો જથ્થો સાચો છે એની ખાતરી કરવા માટે સલાહ આપવામાં આવી છે.

ખાદ્ય તેલનું વજન અલગ-અલગ તાપમાને અલગ-અલગ હોવાથી કંપનીઓને તાપમાનનો ઉલ્લેખ કર્યા વિના કૉમોડિટીને પૅક કરવા અને પૅકેજ પર જાહેર કરવામાં આવેલો જથ્થો વૉલ્યુમ અને માસમાં યોગ્ય હોવો જોઈએ એની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આદર્શ રીતે ખાદ્ય તેલ ૩૦ ડિગ્રી સેલ્સિયસ પર પૅક કરવું જોઈએ. જો ૨૧-ડિગ્રી સેલ્સિયસ પર પૅક કરવામાં આવે તો વજન ૯૧૯ ગ્રામ તરીકે દર્શાવવું જોઈએ અને જો ૬૦ ડિગ્રી સેલ્સિયસ પર પૅક કરવામાં આવે તો એ ૮૯૨.૬ ગ્રામ હશે. આ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને ખરીદીના સમયે પૅકેજમાં યોગ્ય જથ્થો મળે છે.

આ પગલું અન્યાયી વેપાર પ્રથાઓ વિશે ખાદ્ય તેલની બ્રાન્ડ સામે ગ્રાહકોની વધતી ફરિયાદો વચ્ચે આવ્યું છે.

લીગલ મેટ્રોલૉજી (પૅકેજ્ડ કૉમોડિટીઝ) નિયમો ૨૦૧૧ હેઠળ ગ્રાહકોના હિતમાં તમામ પ્રી-પૅકેજ કૉમોડિટીઝ પર અન્ય ઘોષણાઓ સિવાય વજનના પ્રમાણભૂત એકમ અથવા માપના સંદર્ભમાં ચોખ્ખી માત્રા જાહેર કરવી ફરજિયાત છે.

business news commodity market