જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે

08 December, 2019 11:28 AM IST  |  Mumbai

જીએસટી માટે 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ બિલિંગ ફરજિયાત બનશે

(જી.એન.એસ.) જો તમે જીએસટી ભરતા હો તો નવી પદ્ધતિથી બિલ બનાવવું પડશે. જીએસટી માટે સરકાર હવે ઈ-ઇન્વૉઇસ બિલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઈ રહી છે. 2020 ની 1 એપ્રિલથી ઈ-ઇન્વૉઇસ સિસ્ટમ અનિવાર્ય બની જશે. 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આ સિસ્ટમ ફરજિયાત બની જશે.

આ પહેલાં સરકાર 500 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી કંપની માટે 2020 ની 1 જાન્યુઆરીથી આ સિસ્ટમને સ્વૈચ્છિક રીતે લાગુ પાડશે, પરંતુ 1 ફેબ્રુઆરીથી 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે પણ આ સિસ્ટમ લાગુ કરી દેવાશે.

business news goods and services tax