જ્વેલરી ઉદ્યોગમાં મંદીનો માર, 55 લાખ કર્મચારીઓ પર સંકટ

10 September, 2019 06:46 PM IST  |  Mumbai

જ્વેલરી ઉદ્યોગમાં મંદીનો માર, 55 લાખ કર્મચારીઓ પર સંકટ

Mumbai : દેશનો જ્વેલરી ઉદ્યોગ મંદીના મુખમાં સપડાયો છે. લોકો હાલના દિવસોમાં ઘરેણાની ખરીદી કરતા નથી. જેની સીધી અસર આ ઉદ્યોગ પર પડી છે. મંદીનો ડંખ લાગતા કુશળ કારીગરો સમક્ષ રોજગારીનું સંકટ ઉભુ થઈ શકે છે. અખિલ ભારતીય રત્ન અને આભૂષણ ઘરેલુ કાઉન્સીલે આ વાત જણાવી છે. પરિષદે સાથોસાથ આયાત થતા સોના પર કસ્ટમ ડયુટીના દરો ઘટાડવા અને ઘરેણા ઉપર જીએસટીનો દર ઘટાડવા માંગણી કરી છે.

સામાન્ય બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી 12.5 ટકા કરવામાં આવી હતી
સામાન્ય બજેટ 2019-20માં આયાત થતા સોના પર કસ્ટમ ડયુટી 10 ટકાથી વધારી 12.5 ટકા કરી દેવામાં આવી હતી, તો ઘરેણા પર જીએસટીનો દર ૩ ટકા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વેટ પ્રણાલીમાં તે 1 ટકો હતી. કાઉન્સીલના વાઈસ ચેરમેન શંકર સેને કહ્યુ છે કે, નબળી ડિમાન્ડથી હાલ જ્વેલરી ઉદ્યોગ હાલ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે હજારો કુશળ કારીગરોની રોજગારી છીનવાઈ તેવી આશંકા ઉભી થઈ છે. તેમણે જણાવ્યુ છે કે કસ્ટમ ડયુટીમાં વધારો તથા જીએસટીના વર્તમાન દરથી ગ્રાહકોને અસર થઈ છે, કારણ કે આ બધાથી ઘરેણાની કિંમતમાં વધારો થયો છે. તેમણે જણાવ્યુ છે કે અમારી માંગણી છે કે, કસ્ટમ ડયુટીનો દર 12.5 ટકાથી ઘટાડી 10 ટકા કરવામાં આવે. જીએસટીનો દર પણ 1 ટકો કરવો જોઈએ.

ઉચી કસ્ટમ ડ્યુટીને કારણે સોનામાં દાણચોરી પણ વધી રહી છે
સેને વધુમાં કહ્યું કે ઉંચી કસ્ટમ ડયુટીને કારણે સોનાની દાણચોરી પણ વધી છે. સેનએ કહ્યુ છે કે એક તરફ સરકાર કુશળ કારીગરોને વૈશ્વિક સ્તર પર લઈ જવાની વાત કરે છે. તો બીજી તરફ સરકારની નીતિઓ કુશળ કારીગરોને પોતાના અનુભવ અને આવડતની સાથે આ વ્યવસાય છોડવા મજબુરી થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે અમારી માંગણી છે કે આ સેકટરની 55 લાખ નોકરીઓ બચાવવા માટે સરકાર ગોલ્ડ પોલીસીમાં મોટા ફેરફારો કરે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે સરકાર પાનકાર્ડ પર ખરીદીની સીમાને 2 લાખથી વધારી 5 લાખ કરવી જોઈએ. અત્રે નોંધનીય છે કે દુનિયાભરમાં આર્થિક મંદીની સ્થિતિ છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

રોકાણકારો હવે રોકાણ માટે ગોલ્ડ તરફ વળી રહ્યા છે
એક તરફ જ્યાં શેરબજાર તૂટી રહ્યુ છે તો રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે ગોલ્ડ તરફ વળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા હોવાને કારણે સોનુ રોજેરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યુ છે. ભાવ ઉંચા હોવાને કારણે દેશભરની બજારોમાં કાગડા ઉડી રહ્યા છે. 12.5 ટકાની ઈમ્પોર્ટ ડયુટી અને ૩ ટકાનો જીએસટીને કારણે સોનાના ઘરેણા મોંઘા થતા તેની અસર પડી છે અને ખરીદીનો માહોલ જણાતો નથી.

national news business news