તોફાની વધઘટ બાદ સેન્સેક્સમાં 149 પોઈન્ટ્સનો ઘટાડો

22 October, 2020 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તોફાની વધઘટ બાદ સેન્સેક્સમાં 149 પોઈન્ટ્સનો ઘટાડો

પ્રતિકાત્મક તસવીર

બૅન્કો અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) શૅર્સમાં ઘટાડાને લીધે સ્થાનિક શૅરબજારોમાં તોફાની વધઘટ બાદ અંતે ઘટાડે બંધ રહ્યો છે.

સેન્સેક્સ 148.82 પોઈન્ટ્સ (0.37 ટકા) ઘટીને 40,558.49ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 41.20 પોઈન્ટ્સ (0.35 ટકા) ઘટીને 11,896.45ના સ્તરે બંધ રહ્યો હતો.  

સેન્સેક્સમાં સૌથી વધુ ઈન્ડસઈન્ડ બૅન્કનો શૅર ઘટ્યો હતો, તેમ જ આઈસીઆઈસીઆઈ બૅન્ક, ઈન્ફોસિસ અને ટાઈટન કંપનીના શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકા વધીને 14,488ના સ્તરે અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.85 ટકા વધીને 15,028 પોઈન્ટ્સ વધ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 0.61 ટકા, ઓટો 0.18 ટકા, ફાઈ.સર્વિસ 0.36 ટકા, આઈટી 0.76 ટકા, ફાર્મા 0.86 ટકા, પીએસયુ બૅન્ક 0.05 ટકા અને પ્રાઈવેટ બૅન્ક સૂચકાંક 0.70 ટકા ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી રિયલ્ટી સૂચકાંક 0.36 ટકા, નિફ્ટી મેટલ 0.68 ટકા, મીડિયા 0.76 ટકા અને એફએમસીજી 0.11 ટકા વધ્યા હતા.

sensex nifty business news