તાઇવાન ઘટનાક્રમની અસર ભારતને નહીં થાય : રિઝર્વ બૅન્કના ગવર્નર

06 August, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના એકંદર વેપારમાં તાઇવાનનો હિસ્સો માત્ર ૦.૭ ટકા છે અને ટાપુમાંથી મૂડીનો પ્રવાહ પણ બહુ વધારે નથી

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ પણ પ્રતિકૂળ ઘટનાક્રમથી ભારત પ્રભાવિત થવાની સંભાવના નથી. ભારતના એકંદર વેપારમાં તાઇવાનનો હિસ્સો માત્ર ૦.૭ ટકા છે અને ટાપુમાંથી મૂડીનો પ્રવાહ પણ બહુ વધારે નથી.

આ અઠવાડિયે તાઇવાન અને ચીન વચ્ચે વધતો તનાવ જોવા મળ્યો હતો, જે અમેરિકન હાઉસ સ્પીકર નૅન્સી પેલોસીની ટાપુ રાષ્ટ્રની મુલાકાતથી શરૂ થયો હતો જેને બીજિંગ એક અલગ પ્રાંત તરીકે જુએ છે. યુદ્ધખોર ચીને મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે અને તાઇવાનની નજીકના વિસ્તારમાં જીવંત-અગ્નિ લશ્કરી કવાયત માટે ૧૦૦ યુદ્ધવિમાન અને ૧૦ યુદ્ધજહાજ મોકલ્યાં છે.

business news