લૉકડાઉનને કારણે રાજ્યમાંથી ખાંડની નિકાસમાં ઘટાડો

30 June, 2020 01:09 PM IST  |  Mumbai | Agencies

લૉકડાઉનને કારણે રાજ્યમાંથી ખાંડની નિકાસમાં ઘટાડો

ફાઈલ તસવીર

ચાલુ વર્ષના જાન્યુઆરીથી જૂન વચ્ચે રાજ્યમાંથી લગભગ ૩૬ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હોવાનું એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી ખાંડ ફૅક્ટરીઝ ફેડરેશનના અધ્યક્ષ જયપ્રકાશ દાંડેગાંવકરે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળો અને ત્યાર બાદના તાળાબંધીથી નિકાસ પ્રક્રિયા ધીમી પડી હતી.

તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવેમ્બર ૨૦૧૯થી જૂન દરમિયાન રાજ્યમાં ૧૪૪ શુગર મિલો દ્વારા આશરે ૫૭૦ લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૬૩ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

દાંડેગાંવકરે જણાવ્યું હતું કે ૩૬ લાખ ટન ખાંડની નિકાસ પૂર્ણ થઈ છે. બીજા છ લાખ ટન માટે વિવિધ સોદા થયા છે અને ગોડાઉનોમાંથી નિકાસ માટે ખાંડ ખસેડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મોટા ભાગની ખાંડની નિકાસ ઇન્ડોનેશિયા અને ઈરાનમાં કરવામાં આવી છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં ૧૦૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવા માટે ૨૨ લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું.

business news