ચણાની એમએસપીની ખરીદીમાં ઘટાડો : આ વર્ષે માત્ર ૭ લાખ ટનની ખરીદી થઈ

29 July, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ચણાની એમએસપી ૫૧૦૦ રૂપિયા જાહેર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચણાની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદીમાં ચાલુ વર્ષે મોટો ઘટાડો થયો છે. સરકારી એજન્સીઓના સત્તાવાર આંકડાઓ પ્રમાણે નાફેડે ચાલુ સીઝન વર્ષમાં ચણાની એમએસપીથી  કુલ ૭ લાખ ટનની જ ખરીદી કરી છે, જે અગાઉના માર્કેટિંગ વર્ષ દરમિયાન કુલ ૨૨ લાખ ટનની કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ સીઝન માટે ચણાની એમએસપી ૫૧૦૦ રૂપિયા જાહેર કર્યા હતા, પરંતુ કોરોના વાઇરસના એપ્રિલ-મેમાં કેસ વધ્યા હોવાથી ગુજરાત સહિતનાં રાજ્યોમાં એ સમયે ખરીદી સેન્ટરો બંધ હતાં. બીજી તરફ ખુલ્લા બજારમાં ચણાના ભાવ સરેરાશ ૫૦૦૦ રૂપિયા આસપાસ રહ્યા હોવાથી ખેડૂતોએ પણ ઓછું વેચાણ કર્યું હતું, જેને પગલે કુલ ખરીદી ગત વર્ષની તુલનાએ ત્રીજા ભાગની જ થઈ છે.

business news