આધાર અને પાન કાર્ડને લિંક કરાવવાની છેલ્લી તારીખ આગળ ખસેડાઇ

29 September, 2019 06:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

આધાર અને પાન કાર્ડને લિંક કરાવવાની છેલ્લી તારીખ આગળ ખસેડાઇ

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવવાની તારીખ બદલાઈ

સરકારે આજે નાગરિકોના દરેક ડૉક્યૂમેન્ટ્સ ને આધાર સાથે જોડવાની ગોઠવણ કરી છે. તે રીતે જોઇએ તો આધાર કાર્ડ કેટલું જરૂરી છે, તેનું અનુમાન તો દરેકે લગાડી જ લીધું હશે. આધાર, માણસની ઓળખ બની ગયું છે અને તેના વગર દરેક કામ મુશ્કેલ છે. મોટા ભાગના ડૉક્યુમેન્ટ્સ આધાર સાથે લિન્ક કરાવવામાં આવી રહ્યા છે, જો એમ નહીં કરવામાં આવે તો સામાન્ય માનવીનું કામ અટકી જશે.

જો કે, હવે આધાર અને પાન કાર્ડ લિન્ક કરાવવા માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. તેની છેલ્લી તારીખ આગળ ધકેલવામાં આવી છે. તેની જરૂરિયાત ફક્ત એ છે કે જો કોઇ કારણસર આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક વ કરાવી શક્યું હોય તો તે ટૂંક સમયમાં જ લિન્ક કરાવી લે. પહેલા આધારને પાન કાર્ડ સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જે હવે વધારીને 31 ડિસેમ્બર 2019 કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે કે પાન અને આધારને લિન્ક કરવાની તારીખ 30 સપ્ટેમ્બર 2019થી 31 ડિસેમ્બર 2019 કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગ (પીએમએલએ) કાયદા હેઠળ બેંક અકાઉન્ટ, પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી કરી દીધું છે. આવું ન કરવા પર પાનકાર્ડ અમાન્ય જાહેર કરી દેવામાં આવશે. તેમાંથી 23 કરોડ લોકોએ પોતાના આધારને પાન સાથે લિંક કરી લીધા છે.

ઘર બેઠા કરાવી શકો છો લિંક

step 1
સૌથી પહેલા તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અધિકૃત વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવું પડશે. ડાબી બાજુ 'Link Aadhaar'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. લોગઇન કર્યા પછી ખુલેલા પેજ પર પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો. હવે આધારકાર્ડ લિંકનો વિકલ્પ પસંદ કરો. હવે તમારી સામે એક નવી વિંડો ઓપન થશે.

step 2 માહિતી ભરવી
વિંડો ઓપન થયા પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર, અને તમારા આધાર કાર્ડમાં જે તમારું નામ છે તે લખવાનું છે.

Step 3 જન્મતારીખ
બીજા વિકલ્પમાં તમને 'I have only year of birth in aadhar card'નું વિકલ્પ દેખાશે, જો તમારા આધાર કાર્ડમાં આખી તારીખ હોય તો તમારી આખી ડેટ ઑફ બર્થ લખી છે તો ટીક ન કરતાં જો બર્થ યર લખ્યું છે તો જ આ ઑપ્શનની પસંદગી કરવી.

Step 4 OTP
નામ લખ્યા પછી કેપ્ચા કોડ ભરી દેવો, જો તમે કેપ્ચા કોડના ઑપ્શનની પસંદગી કરી છે તો OTP ન લખવો. બન્નેમાંથી કોઈપણ એક ઑપ્શનની પસંદગી કરવી.

આ પણ વાંચો : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

step 5 Link Aadhar પર જવું
હવે મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પર એક ઓટીપી આવશે જેને ઓટીપી બૉક્સમાં લખવું. તેના પછી લિન્ક આધાર પર ક્લિક કરતાં જ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક થઈ જશે.

Aadhar business news