ક્રિપ્ટોકરન્સી માર્કેટ કૅપમાં સુધારો : બીટકૉઇનમાં પણ નીચા મથાળેથી ભાવ વધ્યા

20 January, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લખાઈ રહ્યું છે એ સમયે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કૅપ ૧.૯૮ ટ્રિલ્યન ડૉલર થયું છે

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં માર્કેટ કૅપિટલાઇઝેશન બે ટ્રિલ્યન ડૉલરની નીચે જઈ આવ્યા બાદ એમાં ફરીથી સુધારો થયો છે. આ જ રીતે સૌથી મોટી અને પ્રચલિત ક્રિપ્ટોકરન્સી બીટકૉઇનના ભાવમાં પણ નીચા મથાળેથી સુધારો થયો છે. 
આ લખાઈ રહ્યું છે એ સમયે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કૅપ ૧.૯૮ ટ્રિલ્યન ડૉલર થયું છે, જે અગાઉના ૨૪ કલાકના મુકાબલે ૦.૨૮ ટકા વધારે છે. ક્રિપ્ટો માર્કેટના વૉલ્યુમમાં પણ આ સમયગાળામાં ૨.૭૬ ટકાનો વધારો થઈને વૉલ્યુમ કુલ ૮૧.૮૭ અબજ ડૉલર થયું છે. એમાં ૭૮.૭૭ ટકા વૉલ્યુમ સ્ટેબલ કૉઇન્સનું છે અને ડિફાઇ (ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનૅન્સ)નું પ્રમાણ ૧૫.૫૮૦ ટકા છે. બીટકૉઇનનો ભાવ ૨૪ કલાકના ગાળામાં ૧.૨૬ ટકા વધીને ૪૨,૧૯૬.૯૧ ડૉલર થયો છે. સોલાનાનો ભાવ ૦.૪૦ ટકાની વૃદ્ધિ સાથે ૧૩૬.૯૧ ડૉલર થયો છે. અન્ય નોંધપાત્ર ક્રિપ્ટોકરન્સી કાર્ડાનોનો ભાવ ૫.૩૭ ટકા ઘટીને ૧.૪૨ ડૉલર થયો છે. છેલ્લા સાત દિવસમાં એમાં સારી એવી વૃદ્ધિ થઈ હતી, પણ હવે ઘટાડો થયો છે. અન્ય ઘટેલી ક્રિપ્ટોમાં ચેઇનલિંક (૩.૭૬ ટકા), પોલકાડોટ (૧.૯૩ ટકા), પોલીગોન (૧.૪૮ ટકા) અને શિબા ઇનુ (૧.૦૬ ટકા) સામેલ હતી. ટેરામાં વધારાનો દોર જારી રહેતાં ૪.૨૩ ટકાની વૃદ્ધિ થઈ છે, જ્યારે ડોઝકૉઇનમાં પણ સતત વધારો થઈને ૨૪ કલાકમાં ૦.૭૪ ટકાની વૃદ્ધિ થઈ છે. અગાઉ, ભારતના પ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સમાં ૨.૦૫ ટકા (૧૩૧૭ પૉઇન્ટ)નો ઘટાડો થઈને ઇન્ડેક્સ ૬૨,૯૮૦ પૉઇન્ટ પર પહોંચ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

business news