મહામારીને લીધે વાહનોની નિકાસમાં 58 ટકાનો ઘટાડો

18 October, 2020 08:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહામારીને લીધે વાહનોની નિકાસમાં 58 ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ભારતથી પેસેન્જર વાહનોની નિકાસ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિક (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 57.52 ટકા ઘટી ગઇ છે, જેનું મુખ્ય કારણ વિશ્વવ્યાપી  કોરોના મહામારી છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (SIAM)ના આંકડા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષ (2020-21)ના પહેલા છમાસિકમાં પેસેન્જર વાહનોની કુલ નિકાસ 1,55,156 યુનિટ નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન છ માસિકમાં 3,65.247 પેસેન્જર વ્હિકલ્સની નિકાસ કરવામાં આવી હતી.

સૂચિત સમયગાળામાં પેસેન્જર કારની નિકાસ 64.93 ટકા ઘટીને 1,00,529 યુનિટ થઈ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 2,86,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.

યુટિલીટી વાહનોની નિકાસ 29.67 ટકા ઘટીને 54,375 યુનિટ થઈ છે, જે વર્ષ 2019-20ના સમાન સમયગાળામાં 77,309 યુનિટ નોંધાઇ હતી. વાનની નિકાસમાં 80.91 ટકાનો જબરદસ્ત ઘટાડો આવ્યો છે અને તે 1320 યુનિટથી ઘટીને માત્ર 252 રહી ગઇ છે.

business news automobiles