૨૦૨૧ સુધીમાં ૫૦ ટકા સ્માર્ટફોનમાં ત્રણ કે તેથી વધારે કૅમેરા હશે

17 May, 2019 11:04 AM IST  |  દિલ્હી

૨૦૨૧ સુધીમાં ૫૦ ટકા સ્માર્ટફોનમાં ત્રણ કે તેથી વધારે કૅમેરા હશે

મોબાઇલ ફોન અને સ્માર્ટફોનની દુનિયામાં અત્યારે મેગાપિક્સેલ વૉર ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં કંપનીઓ કેટલો વધારે સારો કૅમેરા આપી શકે તેની વિચારણા કરાઈ રહી છે ત્યારે કાઉન્ટરપૉઇન્ટ નામની રિસર્ચ સંસ્થાના એક અહેવાલ અનુસાર વિશ્વમાં ૨૦૨૧ સુધીમાં જેટલા સ્માર્ટફોન વેચાશે તેમાં ત્રણ કે તેથી વધુ કૅમેરાવાળા અરધોઅરધ ફોન હશે.

કંપનીના મતે માર્ચ ૨૦૧૮ સુધીમાં વિશ્વના કુલ સ્માર્ટફોન વેચાણમાં છ ટકા ફોનમાં ત્રણ કે તેથી વધારે કૅમેરા લાગેલા હતા. ચાલુ કૅલેન્ડર વર્ષમાં આવા ફોનનું પ્રમાણ ૧૫ ટકા થશે અને ૨૦૨૦ સુધીમાં તે ૩૫ ટકા થઈ જશે એવી આગાહી રિસર્ચમાં કરવામાં આવી

ચાલુ વર્ષે એપ્રિલ સુધીમાં ૪૦ જેટલા સ્માર્ટફોન એવા રજૂ કરવામાં આવ્યા છે જેમાં ફોનના રીઅરમાં ત્રણથી વધારે કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે, જ્યારે ડ્યુઅલ કૅમેરા આવ્યા ત્યારે માત્ર મોંઘા ફોનમાં જ તેનો ઉપયોગ થતો હતો. એવી જ રીતે અત્યારે ત્રણ કૅમેરાના ઉપયોગ માત્ર મોંઘા અને પ્રીમિયમ ફોનમાં જ થઈ રહ્યો છે. જોકે, એકાદ વર્ષમાં બજેટ ફોન પણ આવા ત્રણ કૅમેરા સાથે મળતા થઈ જશે, એમ રિસર્ચ નોંધે છે.

આ પણ વાંચોઃ એક દાયકા બાદ રિલાયન્સે ક્રૂડ ઑઇલના કૂવા માટે બિડિંગ કર્યું

ત્રણ કૅમેરાની સાથે લેન્સ પણ વધારે શક્તિશાળી બનશે. ૩૨ મેગાપિક્સેલ બાદ હવે કંપનીઓ ૬૪ મેગાપિક્સેલના ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં બજારમાં ૧૦૦ મેગાપિક્સેલના કૅમેરાવાળા ફોન આવતા થઈ જશે.

business news tech news