કાઉન્સિલે કેટલીક વસ્તુઓ પર ટૅક્સ-છૂટ દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

29 June, 2022 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનું અને કીમતી પથ્થરની આંતરરાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ જારી કરવાને મંજૂરી

કાઉન્સિલે કેટલીક વસ્તુઓ પર ટૅક્સ-છૂટ દૂર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

જીએસટી કાઉન્સિલે મંગળવારે કેટલીક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના ટૅક્સ દરોમાં ફેરફારને મંજૂરી આપી હતી, જ્યારે રાજ્યોને સોના અને કીમતી પથ્થરોની આંતરરાજ્ય હિલચાલ માટે ઈ-વે બિલ જારી કરવાની મંજૂરી આપી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજ્યના સમકક્ષો સમાવિષ્ટ કાઉન્સિલે, જીએસટી-રજિસ્ટર્ડ વ્યવસાય માટે ઉચ્ચ જોખમવાળા કરદાતાઓ પરના ગ્રુપ ઑફ મિનિસ્ટરના અહેવાલને ધ્યાનમાં રાખીને ચોરીને રોકવા માટે ઘણી બધી પ્રક્રિયાઓને પણ મંજૂરી આપી હતી.
રાજ્યોને વળતરની રકમ જૂન ૨૦૨૨ પછી લંબાવવા અને કસીનો, ઑનલાઇન ગેમિંગ અને હૉર્સ રેસિંગ પર ૨૮ ટકા જીએસટી લાદવાના નિર્ણાયક મુદ્દા પર ચર્ચા બુધવારે થશે.

business news nirmala sitharaman