એ પોસ્ટ મારી નથી : રતન તાતા ભડક્યા

12 April, 2020 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એ પોસ્ટ મારી નથી : રતન તાતા ભડક્યા

રતન તાતા

તાતા સમૂહના ચૅરમૅન સોશ્યલ મીડિયા દ્વારા દેશહિતના મુદ્દા પર ખાસ કરીને પોતાનો મત રજૂ કરે છે, પરંતુ હાલમાં તેમના નામથી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહેલી કોરોના વાઇરસ મહામારીથી જોડાયેલી એક પોસ્ટ પર તેમને સ્પષ્ટા આપવી પડી રહી છે. તેમણે લોકોથી આ લેખની સત્યતા વિશે માલૂમ કરવા માટે કહ્યું છે. તેમણે ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું, આ વાત ન તો મેં કહી છે અને ન તો લખી છે. હું આગ્રહ કરું છું કે વૉટ્સઍપ અને અન્ય મીડિયા પ્લૅટફૉર્મ પર સર્ક્યુલેટ થઈ રહેલી આ પોસ્ટ વિશે સત્ય માલૂમ કરો. જો મને કહેવું હોય તો હું મારી ઑફિશ્યલ ચૅનલ દ્વારા કહું છું. આશા કરું છું કે તમે સુરક્ષિત હશો અને તમારું ધ્યાન રાખી રહ્યા હશો.

 

 

તમને જણાવીએ કે આખરે આ પોસ્ટમાં શું કહેવામાં આવ્યું છે જે વિશે ખુદ રતન તાતાએ સામે આવ્યું પડ્યું છે. વૉટ્સઍપ સહિત અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર રતન તાતાના નામની જે પોસ્ટ સર્ક્યુલેટ થઈ રહી છે એનું શિર્ષક છે વેરી મોટિવેશન એટ ધીસ હવર...

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના કારણથી અર્થવ્યવસ્થાનું ખૂબ નુકસાન થઈ જશે. હું આ નિષ્ણાતો અંગે વધારે નથી જાણતો, પરંતુ હું આ વાત અવશ્ય જાણું છું કે આ નિષ્ણાતોને માનવીય પ્રેરણા અને ઝુનૂનની સાથે કરવામાં આવેલા પ્રયાસો વિશે કઈ ખબર નથી.

લેખમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો નિષ્ણાત પર વિશ્વાસ કરો છો તો દ્વિતીય વિશ્વ યુદ્ધમાં પૂર્ણ રીતે બરબાદ થઈ ગયેલા જપાનનું કોઈ ભવિષ્ય હોતું નથી, પરંતુ આશરે ત્રણ દશકમાં જ જપાન બજારમાં અમેરિકાને આંસુ લાવી દીધાં. જો નિષ્ણાતો પર વિશ્વાસ કરીએ તો અરબ દેશોનું ઇઝરાયલે ક્યારનું દુનિયાના નક્શાથી નામ હટાવી દીધું હોત, પરંતુ તસવીર કંઈક અલગ છે.

business news ratan tata coronavirus covid19