લૉકડાઉન: RBIએ કર્યો વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો, EMIમાં 3 મહિનાની છૂટ

27 March, 2020 12:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉન: RBIએ કર્યો વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો, EMIમાં 3 મહિનાની છૂટ

RBI (ફાઇલ ફોટો)

કોરોના વાયરસના પ્રકોપને જોતાં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે લોન લેનારા ગ્રાહકોને મોટી રાહત આપી છે. RBI એ આજે બધી બેન્ક, નોન-બૅન્કિંગ સંસ્થાઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે અન્ય નાણાંકીય સંસ્થાઓને ટર્મ લોનની EMIને ત્રણ મહિના સુધી ટાળવાની છૂટ આપી દીધી છે.

RBIએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, "બધાં કોમર્શિયલ, ક્ષેત્રીય, ગ્રામીણ, એનબીએફસી અને સ્મૉલ ફાઇનાન્સ બૅન્કના EMI પેમેન્ટ પર 3 મહિનાનું મોરેટોરિયમ આપવાની પરવાનગી આપવામાં આવે છે. આમ તો આ બધી જ લૉન્સ માટે પ્રભાવિત છે રહેશે જેની EMI 31 માર્ચના જવાની છે."

ઉલ્લેખનીય છે કે 21 દિવસના લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર પડી રહી છે એવામાં લોકોને રાહત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જાહેરાત કરી રહી છે. તો હાલ RBIએ આશાપ્રમાણે રેપોરેટમાં ઘટાડો કર્યો છે. રેપોરેટમાં કરવામાં આવેલો આ ઘટાડો આરબીઆઇના ઇતિહાસમાં કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો છે.

નોંધનીય છે કે આ ઘટાડાનો લાભ હોમ, કાર અને અન્ય અનેક પ્રકારની લોન સહિત જુદાં જુદાં પ્રકારની ઇએમઆઇ ભરનારા કરોડો લોકોને મળશે તેવી આશા છે. આરબીઆઇએ 0.75 ટકાનો ઘટાજો કર્યો છે ત્યારે 4.4 ટકાના સ્તરે આવી ગયો છે. તો રિવર્સ રેપો રેટમાં 90 આધાર આંકડાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 4 ટકાના સ્તરે આવી ગયો છે.

business news reserve bank of india